સુરેન્દ્રનગર/ આત્મનિર્ભર ગ્રામ યાત્રાના બીજા દિવસે મુળી ખાતે ભવ્ય સ્વાગત સાથે કાર્યક્રમ યોજાયો

મુળી તાલુકામાં થનાર રૂ. ૧૫૫.૪૯ લાખના વિકાસ કાર્યોનું કરાયું ખાતમુહૂર્ત-લોકાર્પણ

Gujarat
Untitled 282 4 આત્મનિર્ભર ગ્રામ યાત્રાના બીજા દિવસે મુળી ખાતે ભવ્ય સ્વાગત સાથે કાર્યક્રમ યોજાયો

આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે રાજ્યવ્યાપી “આત્મનિર્ભર ગ્રામ યાત્રા’ યોજાઈ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ફરી, આ યાત્રા છેવાડાના લોકો સુધી સરકારની વિવિધ સહાય લક્ષી યોજનાઓના લાભ અને સહાય લાભાર્થીઓ સુધી પહોંચાડી રહી છે. જે અન્વયે આત્મનિર્ભર ગ્રામ યાત્રાના બીજા દિવસે એટલે કે તારીખ 19 મી નવેમ્બરના રોજ મુળી કમ્યુનિટી હોલ ખાતે યાત્રા આવી પહોંચી હતી, જ્યાં રથના ભવ્ય સ્વાગત બાદ આત્મનિર્ભર ગ્રામ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.

આ પણ વાંચો ;કચ્છ / મુંદ્રા બંદરેથી પરમાણુ હથિયારમાં વપરાતો કાચો માલ ઝડપાયો

આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મુળી તાલુકામાં થનાર રૂપિયા 88.09 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ રૂપિયા 67.4 લાખના વિકાસકાર્યોનું લોકર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સહાય, કુંવરબાઈનું મામેરું યોજના, વ્હાલી દીકરી સહિતની અનેકવિધ યોજના અંતર્ગત ગૌતમગઢ, કુકડા, ગોદાવરી, મુળી, જશાપર, શેખપર, લીંબલી ગામના લાભાર્થીઓને સહાય અને મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા, તેમજ PMJAY યોજનાના લાભાર્થીઓને કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

વધુમાં આ કાર્યક્રમ દરમિયાન સરકારના વિવિધ વિભાગો અંતર્ગત ચાલતી અનેકવિધ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી પ્રદાન કરતી ફિલ્મો લોકોએ નિહાળી હતી. ત્યારબાદ વિવિધ વિભાગના ઉપસ્થિત અધિકારી ઓ દ્વારા પણ યોજનાકીય માહિતીની વિસ્તૃતપણે સમજણ આપવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, આત્મનિર્ભર યાત્રા રથના આગમન પૂર્વ મુળી ગામ ખાતે સ્વચ્છતા જનજાગૃતિ રેલી પણ યોજાઈ હતી.

આ પણ વાંચો ;Retirement / RCB નાં સૌથી વિસ્ફોટક બેટ્સમેને લીધો ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી સન્યાસનો નિર્ણય
આ કાર્યક્રમ દરમિયાન મુળી તાલુકા પંચાયત પ્રમુખ રઘુભાઈ સાપરા, મુળી પ્રાંત અધિકારી એસ. વી. ચૌધરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ચંદ્રમણીકુમાર, મુળી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ઇન્દુભા પરમાર, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય રાજેન્દ્રસિંહ પરમાર સહિત વિવિધ અધિકારીશ્રીઓ-પદાધિકારીશ્રીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.