Russia-Ukraine war/ યુક્રેનને પાડી દેવાની ફિરાકમાં ?… રશિયાની રાજધાની મૉસ્કોમાં શક્તિશાળી મિસાઈલના કથિત દ્રશ્યો આવ્યા સામે…

રશિયાની રાજધાની મૉસ્કોમાં શક્તિશાળી મિસાઈલના કથિત દ્રશ્યો આવ્યા સામે છે. જેની મસાઈલની મારક ક્ષમતા 11 હજાર કિલોમીટર છે આ દ્રશ્યો જોઈએને લાગી રહ્યું છે રશિયા યુક્રેનને પાડી દેવાની ફિરાકમાં છે ઉ

Top Stories World
missile

રશિયાની રાજધાની મૉસ્કોમાં શક્તિશાળી મિસાઈલના કથિત દ્રશ્યો આવ્યા સામે છે. આ મસાઈલની મારક ક્ષમતા 11 હજાર કિલોમીટર છે આ દ્રશ્યો જોઈએને લાગી રહ્યું છે રશિયા યુક્રેનને પાડી દેવાની ફિરાકમાં છે ઉલ્લેખનિય છે કે, યુક્રેનમાં રશિયાના હુમલાથી તબાહી મચી છે. રશિયા અને યુક્રેન વચ્ચે થયેલા જંગના દર્દનાક ફોટો સામે આવી રહ્યા છે. રશિયાનો દાવો છે કે તેણે યુક્રેનના ખાલી વિસ્તારોમાં બોમ્બમારો કર્યો છે. અને સૈન્ય ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા છે. યુક્રેનના એક એરબેઝને પણ ઉડાવીદેવાયું છે. યુક્રેનના જુદા જુદા વિસ્તારોમાંથી બોમ્બમારા બાદના ફોટો અને વીડિયો લોકો શેર કરી રહ્યા છે. યુક્રેન વિવાદમાં રશિયન રાષ્ટ્રપતિએ યુદ્ધ તરફ આગળ પગલું ભર્યું છે. જેને લઈને દુનિયામાં અશાંતિનો માહોલ સર્જાયો છે.

https://twitter.com/jogarcia618/status/1497320802102005767?s=20&t=lePgKavs7d6hrTDwBoSWYA

આપને જણાવી દઈએ કે, યુક્રેનના એરબેઝ, મિલિટરી બેઝને નિશાન બનાવ્યા છે. આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે વસ્તીવાળા વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા નથી. તમને જણાવી દઈએ કે આ પહેલા સમાચાર આવ્યા હતા કે યુક્રેનમાં ઘણી જગ્યાએ વિસ્ફોટ થયા છે. જેમાં યુક્રેનની રાજધાની કિવ પર ક્રુઝ અને બેલેસ્ટિક મિસાઈલથી હુમલાની માહિતી મળી હતી. યુક્રેનની રાજધાની કિવ પછી, ઓડેસા, ખાર્કિવ, ડોનેટ્સકમાં ઘણા વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા.