યાદી/ ટ્વિટર પર વડાપ્રધાન મોદી બન્યા વિશ્વના બીજા સૌથી પ્રભાવશાળી વ્યક્તિ, પ્રથમ સ્થાને ટેલર સ્વિફ્ટ

સચિન તેંડુલકરે આ યાદીમાં પ્રખ્યાત અમેરિકન અભિનેતા ડ્વેન જોન્સન ઉર્ફે ધ રોક, લિયોનાર્ડો ડી કેપ્રિયો અને ભૂતપૂર્વ યુએસ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાથી આગળ છે

Top Stories World
9 ટ્વિટર પર વડાપ્રધાન મોદી બન્યા વિશ્વના બીજા સૌથી પ્રભાવશાળી વ્યક્તિ, પ્રથમ સ્થાને ટેલર સ્વિફ્ટ

પ્રખ્યાત અમેરિકન સિંગર ટેલર સ્વિફ્ટને આ વર્ષે માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર સૌથી પ્રભાવશાળી વ્યક્તિ જાહેર કરવામાં આવી છે. સોમવારે જાહેર કરવામાં આવેલા ટ્વિટર પર 50 સૌથી પ્રભાવશાળી લોકોની આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બીજું સ્થાન મળ્યું છે.

આ ઉપરાંત મહાન બેટ્સમેન સચિન તેંડુલકર આ યાદીમાં 35માં સ્થાને છે.  ઉલ્લેખનીય છે કે સચિન તેંડુલકરે આ યાદીમાં પ્રખ્યાત અમેરિકન અભિનેતા ડ્વેન જોન્સન ઉર્ફે ધ રોક, લિયોનાર્ડો ડી કેપ્રિયો અને ભૂતપૂર્વ યુએસ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાથી આગળ છે.

કન્ઝ્યુમર ઈન્ટેલિજન્સ કંપની બ્રાન્ડવોચ દ્વારા કરવામાં આવેલા વાર્ષિક અભ્યાસમાં આ રેન્કિંગ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, બ્રાંડવોચ કંપનીઓને  તેમની બ્રાન્ડની ઑનલાઇન હાજરીનું વિશ્લેષણ કરવા માટે માહિતી અને સાધનો પ્રદાન કરવા માટે સોશિયલ મીડિયા ડેટાનો ઉપયોગ કરે છે.