Not Set/ ફરી એકવાર શ્રમિકોને પાછા તેમના વતનની વાટ પકળવાનો આવ્યો વારો

હાલ દેશમાં કોરોનાની બીજી લહેર ઘાતકી સાબિત થઈ રહી છે. અને એવામાં મોટા ભાગનાં રાજ્યોમાં કોરોના ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરાવવામાં આવી રહ્યો છે.

India
Untitled 81 ફરી એકવાર શ્રમિકોને પાછા તેમના વતનની વાટ પકળવાનો આવ્યો વારો

હાલ દેશમાં કોરોનાની બીજી લહેર ઘાતકી સાબિત થઈ રહી છે. અને એવામાં મોટા ભાગનાં રાજ્યોમાં કોરોના ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરાવવામાં આવી રહ્યો છે. તો ગત વર્ષે કોરોના કાળમાં પોતાના ઘરે જવા માટે શ્રમિકોને કડવા ઘુટ પિવા પડ્યા હતા, અને ઘણી યાતનાઓ ભોગવવી પડી હતી. ત્યારે ફરી એકવાર કોરોનાએ જે રીતે મહાતાંડવ મચાવ્યું છે. તેને લઈને ફરી એકવાર શ્રમિકોને પાછા તેમના વતનની વાટ પકળવાનો વારો આવ્યો છે.

રાજકારણ / લો બોલો!! ઉન્નાવ દુષ્કર્મનાં દોષી કુલદીપસિંહ સેંગરની પત્નીને BJP એ આપી ટિકિટ

દેશમાં કોરોનાવાયરસની બીજી લહેર ગંભીર કહેર વરસાવી રહી છે. કોરોના મહામારીનું એક વર્ષ પૂર્ણ થયા બાદ ગત વર્ષે ઊભી થઈ હતી એવી પરિસ્થિતિ ફરીથી સર્જાઈ રહી છે. દેશનાં વિવિધ વિસ્તારોમાં લોકડાઉનનો ભય પ્રવાસી મજૂરોને સતાવી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં દરેક પ્રદેશમાં કોરોનાની ગાઈડલાઈનને વધુ કડક બનાવાઈ રહી છે. જેથી લોકડાઉનનાં ડરથી મજૂરોએ ફરીથી પોતાના ઘર તરફ પ્રયાણ કરવાનું શરૂ કરી દીધું છે. દિલ્હી, મુંબઈ, પુણે સહિત અન્ય પ્રદેશોમાંથી લોકો પોતાના વતન તરફ પરત ફરી રહ્યા છે.તો બીજી બાજું દેશમાં જે હાલ પરિસ્થિતિ છે..તેને જોતા તંત્રના કડકાઈભર્યા વલણથી લોકોમાં લોકડાઉનનો ભય ફરી પ્રસરી જવા પામ્યો છે. ગત વર્ષે મજૂરોને પગપાળા પોતાના વતન તરફ જવું પડ્યું હતું. રોજગારી છૂટી જતાં તેમના પાસે એક ટંકનું ખાવાના પણ રૂપિયા નહોતા. આ તમામ પરિસ્થિતિને પગલે સાવચેતી દાખવીને મુંબઈ, દિલ્હી, પુણે સહિતના અન્ય વિસ્તારોમાંથી પ્રવાસી મજૂરો મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન અથવા ખાનગી બસો થકી પોતાને ગામ પરત ફરી રહ્યા છે.

એન્ટિલિયા કેસ / આજે સમાપ્ત થઈ રહ્યા છે સચિન વાઝેના રિમાન્ડ, પ્રદીપ શર્માની મુશ્કેલીઓમાં થશે વધારો

દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલ પર છેલ્લા કેટલાક દિવસોથી પ્રવાસી મજૂરો ઘર તરફ જઈ રહેલા નજરે પડે છે. બિહારથી આવેલા કેટલાક મજૂરોએ કહ્યું હતું કે ગત વર્ષે અમે અહીં ફસાઈ ગયા હતા. હવે ફરીથી આવી સ્થિતિ ના સર્જાય એ માટે અમે ઘરે પરત ફરી રહ્યા છીએ. કોરોના સંક્રમણને પગલે દિલ્હી સરકારે પણ કડક વલણ હાથ ધર્યું છે. ત્યાં નાઈટ કર્ફ્યુૂ લાદવામાં આવ્યો છે. રાજ્યમાં આના સિવાય પણ ઘણા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે, તેમ છતાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી લોકોમાં લોકડાઉનનો ડર ફરીથી ઘર કરી ગયો છે.અને જેના કારણે ફરીથી લોકો પોતાના વતન તરફ પાછા વળ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ