Not Set/ મહિલા સુરક્ષા કાયદાના જાહેરમાં ઉડ્યાં લીરે લીરા,  હવે ઈન્દોરમાં મહિલા વકીલ પર બળાત્કાર

દેશભરમાં મહિલાઓની સુરક્ષા માટે તમામ પ્રકારના કાયદા બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ લોકોના કેસ લડનારા વકીલો પણ બળાત્કારનો ભોગ બની રહ્યા છે. આવી સ્થિતિમાં મહિલા સલામતીના કાયદા અંગે ચર્ચાએ ફરી ગરમાવો પકડ્યો છે. દિલ્હી સ્થિત વકીલ સામે બળાત્કારનો મામલો ઈન્દોરના પોલીસ સ્ટેશનમાં આવ્યો છે પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સાથે મહિલા વકીલ ઇન્દોર આવી હતી. બંને […]

India
rape

દેશભરમાં મહિલાઓની સુરક્ષા માટે તમામ પ્રકારના કાયદા બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ લોકોના કેસ લડનારા વકીલો પણ બળાત્કારનો ભોગ બની રહ્યા છે. આવી સ્થિતિમાં મહિલા સલામતીના કાયદા અંગે ચર્ચાએ ફરી ગરમાવો પકડ્યો છે.

દિલ્હી સ્થિત વકીલ સામે બળાત્કારનો મામલો

ઈન્દોરના પોલીસ સ્ટેશનમાં આવ્યો છે

પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સાથે મહિલા વકીલ ઇન્દોર આવી હતી. બંને એક હોટલમાં રોકાયા. અહીં આરોપીએ લગ્નના બહાને મહિલા સાથે સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ મારઝૂડ કરી મહિલાના પર્સ માંથી પૈસા લઇને ભાગી ગયો હતો. આરોપીની શોધમાં ટીમને દિલ્હી મોકલવામાં આવી છે.

દિલ્હીની 40 વર્ષીય મહિલા વકીલ બપોરે પોલીસ સ્ટેશન પહોંચી હતી. મહિલાએ કહ્યું કે દિલ્હીના જનતા ફ્લેટ જીટી એન્ક્લેવમાં રહેતા મનોજ મલિક ચૌધરીએ એક કેસ માં સંબંધે રતલામ જવા માટે કહ્યુંહતું. 4 ડિસેમ્બરે બંને દિલ્હી રેલ્વે સ્ટેશન પહોંચ્યા. અને રતલામ જતી ટ્રેનમાં રવાના થયા. 10 નવેમ્બરના રોજ તે રતલામથી ઈંદોર આવ્યા. અહીં મધુમિલાન ચોકમાં આવેલી એક હોટલમાં બંને રોકાયા હતા.  11 નવેમ્બરની રાત્રે મનોજ માંદગીનો ઢોંગ કરીને મેડિકલ સ્ટોર પર ગયો હતો. આવ્યા પછી, તેણે રાત્રે ચામાં થોડી દવા ભેળવી અને પીધું. આ પછી મનોજે લગભગ બેભાન અવસ્થામાં પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો. બીજા દિવસે વિવાદ બાદ આરોપીઓએ તેણીને માર માર્યો હતો અને 15,000 રૂપિયા લઇને ભાગી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.