વિવાદ/ ફરી એક વખત કીર્તિ પટેલ આવી વિવાદમાં, જાણો હવે શું કર્યું કાંડ

અવાર-નવાર પોતાના વિવાદોને કારણે ચર્ચામાં રહેતી ટિકટોક ગર્લ કીર્તિ પટેલ વધુ એક વખત વિવાદમાં આવી છે. વસ્ત્રાપુર પોલીસ મથકે ધમકી અને છેડતીની ફરિયાદ નોંધાઈ છે.

Ahmedabad Gujarat
કીર્તિ પટેલ

અવાર-નવાર પોતાના વિવાદોને કારણે ચર્ચામાં રહેતી ટિકટોક ગર્લ કીર્તિ પટેલ વધુ એક વખત વિવાદમાં આવી છે. વસ્ત્રાપુર પોલીસ મથકે ધમકી અને છેડતીની ફરિયાદ નોંધાઈ છે. વસ્ત્રાપુરમાં રહેતી મહિલાએ  ફરિયાદ નોંધાવી છે. અગાઉ સેટેલાઈટમાં થયેલી ફરિયાદને લઇ ધમકી આપતા હોવાનો આક્ષેપ થયો છે. વસ્ત્રાપુર પોલીસે કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર,અગાઉ સુરત અને બાદમાં સેટેલાઈટ અને હવે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ટિકટોક ગર્લ સામે ગુનો નોંધાયો છે. બે મહિના અગાઉ સેટેલાઈટ વિસ્તારમાં થયેલી મારામારીના ગુનાની અદાવત રાખીને વસ્ત્રાપુરની યુવતીને ધમકી આપી સોસીયલ મીડિયામાં તેના વિરુદ્ધ બીભત્સ લખાણ અને ફોટા વાયરલ કરવા કરવા બદલ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.

અગાઉ કર્ણાવતી ક્લબ સામે થયેલી મારામારીની ઘટનામાં કોમલ નામની મહિલાએ કીર્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં આ ગુનામાં ફરિયાદી મહિલાએ મદદ કરી હોવાનો આક્ષેપ કરી કીર્તિ પટેલ દ્વારા સતત તેનો બદલો લેવા માટે ત્રાસ અપાતો હોવાનું ફરિયાદી મહિલાએ જણાવ્યું છે.

આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, એકાદ મહિના અગાઉ સેટેલાઈટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીનો બનાવ બનેલો અને ફરિયાદ દાખલ થઈ હતી. આ કામના આરોપીઓ કીર્તિ પટેલ અને ભરત ભરવાડને એવું લાગ્યું હતું કે, યુવતીને કારણે તેમની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ યુવતી દ્વારા ફોનમાં ગાળો આપતાં હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. સેટેલાઈટના ગુનામાં સમાધાન નહીં કરો તો તકલીફ પડશે તેવી ધમકીઓ આપવામાં આવતી હતી.

આ પણ વાંચો:બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા : તમામ પરીક્ષાર્થીને ‘મંતવ્ય ન્યૂઝ’ પાઠવે છે શુભેચ્છા

મંતવ્ય