Not Set/ એક પછી એક 5 શખ્સોએ સગીરાને પીઁખી નાખી, સામુહિક દુષ્કર્મની ફરિયાદ

અમદાવાદમાં 16 વર્ષની સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ફરિયાદ પોલીસ ચોંપડે નોંધાઈ છે. અને આ દુષ્કર્મ એક નહી બે નહી પરંતુ પાચ-પાંચ નરાધમોએ આચર્યુ છે.

Ahmedabad Gujarat
દ૧ 29 એક પછી એક 5 શખ્સોએ સગીરાને પીઁખી નાખી, સામુહિક દુષ્કર્મની ફરિયાદ

@ભાવેશ રાજપૂત, અમદાવાદ

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષીત હોવાના દાવા કરાય છે પરંતુ હાલની સ્થિતીમાં કઈક અલગ જ ધટનાઓ સામે આવી રહી છે. અમદાવાદમાં 16 વર્ષની સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ફરિયાદ પોલીસ ચોંપડે નોંધાઈ છે. અને આ દુષ્કર્મ એક નહી બે નહી પરંતુ પાચ-પાંચ નરાધમોએ આચર્યુ છે.

અમદાવાદનાં ઈસનપુર પોલીસ સમક્ષ એક સગીરાએ વર્ણવેલી આપવીતી લોકોના રૂંવાડા ઊભા કરી દે તેવી છે, સગીરાની માતા બીજા લગ્ન કરી ચાંગોદર ખાતે રહેતી હતી, અને માતાને મળવા માટે સગીરા ઈસનપુરથી ચાંગોદર જવા માટે રિક્ષાની રાહ જોઈ રહી હતી. જ્યાં એક રિક્ષા ચાલક તેને નારોલ સુધી લઈ ગયો હતો, બાદમાં તે સગીર યુવતી નારોલથી ચાંગોદર જવા માટે રિક્ષાની રાહ જોઈ રહી હતી, તે દરમિયાન રવિ નામનો રિક્ષાચાલક તેને મળ્યો હતો, અને રવિએ તેને લગ્નની લાલચ આપીને તેના મિત્ર હસમુખને ત્યાં લાંભા લઈ ગયો અને તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો.

સગીરાનાં રવિ સાથેના શારીરિક સંબંધોની જાણ લોકોને કરી દેવાની ધમકી આપીને હસમુખ નામનાં ઈસમે પણ આ સગીરાની મરજી વિરૂધ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ, જોકે હસમુખ તેની પત્ની સાથે રહેતો હોવાથી સગીરાને તેની માતાને ત્યાં પીપળજ ગામે રાખી હતી, જ્યાં સગીરાના શારીરિક સંબંધોની જાણ હસમુખના ભાઈ દશરથ અને સેંધિયાને થતા તે બન્નેએ પણ સગીરાને ધમકી આપીને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. જે બાદ એક આરોપીએ સગીરા સાથે લગ્ન કરવાનુ કહીને તેનાં જન્મનું પ્રમાણપત્ર લેવા માટે તેના ઘરે મોકલી હતી.  જ્યા સગીરાનાં પિતાએ સગીરા આટલા દિવસ ક્યા હતી, તે અંગે પૂછપરછ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

 સગીરાનાં પિતાએ બાદમાં તેની માતાને જાણ કરતા આ મામલે પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી. જોકે પોલીસ સમક્ષ સગીરાએ પણ વાતનો ખુલાસો કર્યો હતો કે જ્યારે તેને ગર્ભવતી માતાની સાર સંભાળ લેવા માટે તેના સાવકા પિતાને ત્યાં ગઈ હતી, ત્યારે સાવકા પિતા પણ તેની સાથે શારીરિક સંબંધ બાંધતા હતા. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે સગીરાના સાવકા પિતા સહિત પાંચ આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને પાંચેય આરોપીઓની અટકાયત કરી સગીરાને મેડિકલ તપાસ માટે મોકલી આગળની કાર્યવાહી શરૂ કરી છે.