અમદાવાદ/ એક દિવસની કલેકટર બન્યા બાદ કેન્સરગ્રસ્ત ફ્લોરાની વધુ એક ઈચ્છા થઇ પૂરી, જાણો કઇ

ફ્લોરાની માતા સોનલ બેને કહ્યું હતું કે, આજે મારી દીકરીની વર્ષગાંઠ છે અને તે સદાય એવું કહેતી કે નેહા કક્કર મને બર્થ ડે વિશ કરે તો મને ખૂબ ગમે.

Ahmedabad Gujarat
ફ્લોરાની

ભારતભરમાં રહેતા તમામ લોકોને પોતાની જીંદગીમાં પોતાની મહેનતે આગળ વધવાનો અને ટોચની પોઝીશન હાંસલ કરવાનો પેશન હોય છે. જો કે કેટલાક બાળકો કે યુવાનો માટે આ હાંસલ કરવું પોસીબલ હોતું નથી, ત્યારે તેઓને કોઈની મદદથી એક દિવસ માટે ટોચની પોઝીશન કરવાનો કે પોતાની ઈચ્છા પૂરી કરવા મળતી હોય છે.આ જ પ્રમાણે અમદાવાદમાં રહેતી એક 11 વર્ષની કેન્સરગ્રસ્ત દિકરી ફ્લોરાની ઈચ્છા બોલીવુડ સિંગે નેહા કક્કરે પૂરી કરી છે. જેમાં સરગાસણમાં રહેતી ફ્લોરાની કલેકટર બનવાની ઈચ્છાની સાથે સાથે તેને પ્રસિદ્ધ ગાયિકા નેહા કક્કડના ગીતો સાંભળવાનો પણ ગજબનો શોખ હતો. રેડિયો કે ટીવીમાં નેહા કક્કરના ગીતો સાંભળતાની સાથે જ ફલોરા ઝૂમી ઉઠતી હતી.

આ પણ વાંચો :પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 105મી જયંતી, PM મોદીથી લઈને CM ભૂપેન્દ્ર પટેલે કર્યા યાદ

a 362 એક દિવસની કલેકટર બન્યા બાદ કેન્સરગ્રસ્ત ફ્લોરાની વધુ એક ઈચ્છા થઇ પૂરી, જાણો કઇ

આ પણ વાંચો :સુરેન્દ્રનગરના જોરાવરનગર અને વઢવાણ પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડાનો લોકદરબાર યોજાયો હતો

આ અંગે ફ્લોરાની માતા સોનલ બેને કહ્યું હતું કે, આજે મારી દીકરીની વર્ષગાંઠ છે અને તે સદાય એવું કહેતી કે નેહા કક્કર મને બર્થ ડે વિશ કરે તો મને ખૂબ ગમે. મારી દીકરી જ્યારે એક દિવસ માટે કલેક્ટર બની ત્યારે જ આ વાતને જિલ્લા કલેક્ટર સમક્ષ કરી હતી અને તેમણે મને ખાતરી આપી કે ફ્લોરાના જન્મદિવસે નેહા કક્કર તેને બર્થ ડે વિશ કરે તે માટે બધા જ પ્રયત્નો કરીશ અને આજે નેહા કક્કડનો ફ્લોરાને બર્થ ડે વિશ કરતો વીડિયો અમને મળ્યો છે. આ વીડિયો જોતા જ ફ્લોરાના ચહેરા પર એક અજીબ પ્રકારનું નૂર દેખાયું છે. એટલે અમારા માટે આ એક વધારાની ખુશી છે એમ તેઓ ઉમેરે છે.’

આ પણ વાંચો :ઉતાવળ કરવી યુવકને પડી ભારે, ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરવા જતા યુવક કપાયો

આપને જણાવી દઈએ કે, આ પહેલા ફ્લોરાને એક દિવસ માટે કલેક્ટર બનવાની ઈચ્છા અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ પૂર્ણ કરી છે. જેમાં અમદાવાદ જિલ્લા કલેકટર સંદિપ સાંગલેને ફ્લોરાની ઈચ્છા અંગે જાણ થઈ ત્યારે તેમણે ફ્લોરા પ્રત્યે સંવેદનશીલતા દાખવીને ક્ષણભર પણ વિલંબ કર્યા વિના તેને એક દિવસ માટે કલેક્ટર બનાવવાની વાત સ્વીકારી હતી અને અને ફ્લોરા એક દિવસ માટે કલેક્ટર બનીને જિલ્લા કલેકટરની ખુરશીમાં બિરાજમાન પણ થઈ હતી.

આ પણ વાંચો :રાજકોટથી ગોવા જતી ફલાઈટના ટીકીટના ભાવ 18થી 20 હજારે પહોંચ્યા