Not Set/ વડોદરાઃ શાહરૂખનને જોવા ઉમટેલી ભીડ બની બે કાબૂ, 1 નું મોત, 5 ઇજાગ્રસ્ત

વડોદરાઃશાહરૂખ ખાન પોતાની ફિલ્મ રઈશના પ્રમોશન માટે મુંબઇથી દિલ્હી સુધીની મુસાફરીના ભાગ રૂપે વડોદરાના રેલ્વે સ્ટેશનથી પસાર થતી રાજધાની ટ્રેનમાં કિંગ ખાન આવવાનો છે હોવાની અગાઉથી જાણ થતાં ટ્રેન આવતા પહેલા જ પ્લેટફોર્મ ચક્કાજામ થઈ ગયુ હતું. આટલી ભીડ આટલી ભીડ ઊમટશે તેવો અંદાજ રેલવે કે સ્થાનિક પોલીસને હતો જ નહીં. સાંકડા પ્લેટફોર્મ પર ભારે […]

Gujarat Entertainment
11 vadodara 1 dies as crowd goes berserk after srk arrives at station વડોદરાઃ શાહરૂખનને જોવા ઉમટેલી ભીડ બની બે કાબૂ, 1 નું મોત, 5 ઇજાગ્રસ્ત

વડોદરાઃશાહરૂખ ખાન પોતાની ફિલ્મ રઈશના પ્રમોશન માટે મુંબઇથી દિલ્હી સુધીની મુસાફરીના ભાગ રૂપે વડોદરાના રેલ્વે સ્ટેશનથી પસાર થતી રાજધાની ટ્રેનમાં કિંગ ખાન આવવાનો છે હોવાની અગાઉથી જાણ થતાં ટ્રેન આવતા પહેલા જ પ્લેટફોર્મ ચક્કાજામ થઈ ગયુ હતું. આટલી ભીડ આટલી ભીડ ઊમટશે તેવો અંદાજ રેલવે કે સ્થાનિક પોલીસને હતો જ નહીં. સાંકડા પ્લેટફોર્મ પર ભારે અરાજકતા સર્જાઈ હતી. શાહરૂખ ખાનના ફિલ્મના પ્રમોશન માટે ટ્રેનના ઉપયોગ સામે પણ સવાલ ઉભા થયા છે.  

0 vadodara 1 dies as crowd goes berserk after srk arrives at station વડોદરાઃ શાહરૂખનને જોવા ઉમટેલી ભીડ બની બે કાબૂ, 1 નું મોત, 5 ઇજાગ્રસ્ત

 ટ્રેન આવી પહોંચતાં જ શાહરૂખ ટ્રેનના કોચના દરવાજા પર પ્રશંસકોને ચીયરઅપ કરવા માટે આવ્યો હતો. જો કે લોકોનો ભારે ધસારો જોઇને તેની સાથે ટ્રેનમાં આવેલી સન્ની લિયોની ડબામાં બહાર આવી ન હતી. લોકોના ટોળેટોળાં ટ્રેનની નજીક ધસી રહ્યાં હોવાથી સ્થિતિ અંકુશ બહાર ગઇ હતી.

9 vadodara 1 dies as crowd goes berserk after srk arrives at station વડોદરાઃ શાહરૂખનને જોવા ઉમટેલી ભીડ બની બે કાબૂ, 1 નું મોત, 5 ઇજાગ્રસ્ત

 તેમાં ફરજ પરના બે પોલીસમેન જિતેન્દ્રભાઇ, નગીનભાઇ પણ બેકાબૂ ભીડમાં ચગદાઇ ગયા હતા. તેની સાથે ફરીદખાન પઠાણ નામની એક વ્યક્તિ પણ દબાઇ જતાં આખરે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પોલીસ લાઠીચાર્જમાં અનેક લોકોને ઘાયલ થયા હતા. જે તમામને સારવાર અર્થે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા.

3 vadodara 1 dies as crowd goes berserk after srk arrives at station વડોદરાઃ શાહરૂખનને જોવા ઉમટેલી ભીડ બની બે કાબૂ, 1 નું મોત, 5 ઇજાગ્રસ્ત

 ભીડમાં ચગદાયેલા બે વ્યક્તિઓને હ્રદયરોગનો હુમલો આવ્યો હોવાનું પ્રાથમિક તબક્કે પોલીસે જણાવ્યું હતું. ફરીદખાન નામના યુવાનનું મૃત્યુ થયાનું પોલીસે જણાવ્યું છે, પણ મહિલાના મોતનું સત્તાવાર જણાવાયું નથી. ફરીદખાન ફતેપુરા વિસ્તારનો છે અને પોતાની હોટલ ધરાવે છે. તે ભૂતકાળમાં મ્યુનિ. ચૂંટણી પણ લડી ચૂક્યો છે.

શાહરુખને જોવા માટે આવેલી ભીડ કેટલી મોટી હતી, તેનો અંદાજ લોકો વિખેરાયા બાદ આખા પ્લેટફોર્મ પર બૂટ-ચંપલ અને મુસાફરોના સામાન ઠેર ઠેર વિખેરાયેલો પડ્યો હતો. આ ભીડનો લાભ લેવા માટે ખિસ્સાકાતરુઓ અને ઉઠાવગીરો પણ મોટી સંખ્યામાં ઉતરી આવતાં તેનો પણ હોબાળો મચી ગયો હતો.