Ahmedabad/ એક પરિવારે શ્વાનને આ રીતે કહ્યુ અલવિદા, અંતિમ વિધિનાં ફોટો જોઇ તમારી આંખો પણ થઇ જશે ભીની

કહેવાય છે ને કે અબોલ પશુ પક્ષીઓને પ્રેમ કરો તો તેનો ડબલ પ્રેમ અબોલ પશુઓ તમને પાછો આપતા હોય છે જેમાં સૌથી વધારે પ્રેમાળ જો કોઈ પશુ હોય તો તે કૂતરાને ગણવામાં આવે છે….

Trending
zzas1 36 એક પરિવારે શ્વાનને આ રીતે કહ્યુ અલવિદા, અંતિમ વિધિનાં ફોટો જોઇ તમારી આંખો પણ થઇ જશે ભીની

@બ્રિન્દા રાવલ, મંતવ્ય ન્યૂઝ

કહેવાય છે ને કે અબોલ પશુ પક્ષીઓને પ્રેમ કરો તો તેનો ડબલ પ્રેમ અબોલ પશુઓ તમને પાછો આપતા હોય છે. જેમાં સૌથી વધારે પ્રેમાળ જો કોઈ પશુ હોય તો તે કૂતરાને ગણવામાં આવે છે. ઉપરાંત વફાદાર પણ તેટલું જ આ પ્રાણીને ગણવામાં આવે છે.

zzas1 37 એક પરિવારે શ્વાનને આ રીતે કહ્યુ અલવિદા, અંતિમ વિધિનાં ફોટો જોઇ તમારી આંખો પણ થઇ જશે ભીની

સામાન્ય રીતે ઘરમાંથી કોઈ પરીવાર અવસાન થાય તો ઘરનાં તમામ લોકો શોકની લાગણી અનુભવતા હોય છે, અને એકલવાયું લાગતું હોય છે. ત્યારે અમદાવાદમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો કે જેમાં રાજાનું મોત થયું અને તેના કારણે આખા ઘરમાં જાણે કે એક સદસ્ય ઓછું થઈ ગયું હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. જેમાં એક પરિવારનાં સદસ્યોની વિધિવત રીતે વિધિ થાય તેવી જ રીતે પરિવારનાં રાજાની વિધિ કરવામાં આવી.

આઠ વર્ષનો આ રાજા જાણે કે પરિવાર નો લાડકવાયો દીકરો હોય તેવી રીતે તેના ગયા બાદ શું કોઈની આંખમાં એક મીઠી યાદ મૂકીને ગયો છે અને અબોલ પશુ પણ લોકો માટે કેટલા દયાળુ હોય છે તેનું ઉદાહરણ પણ પૂરું પાડતો ગયો.

zzas1 38 એક પરિવારે શ્વાનને આ રીતે કહ્યુ અલવિદા, અંતિમ વિધિનાં ફોટો જોઇ તમારી આંખો પણ થઇ જશે ભીની

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો