Ahmedabad/ વટવાની વધુ એક આઈશાની વ્યથા, દહેજની માંગણી કરી સાસરિયાએ આપ્યો ત્રાસ અને પછી…

પતિના ત્રાસથી કંટાળીને થોડાક દિવસો પહેલા જ વટવાની આઈશા નામની યુવતીએ આપઘાત કર્યો…

Ahmedabad Gujarat
Mantavya 95 વટવાની વધુ એક આઈશાની વ્યથા, દહેજની માંગણી કરી સાસરિયાએ આપ્યો ત્રાસ અને પછી...

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

પતિના ત્રાસથી કંટાળીને થોડાક દિવસો પહેલા જ વટવાની આઈશા નામની યુવતીએ આપઘાત કર્યો છે, ત્યારે તે યુવતીનાં જ વિસ્તાર વટવામાં વધુ એક યુવતીએ તેના પતિ અને સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. વટવાનાં મોઈન પાર્કમાં રહેતી સબીના બાનું નામની મહિલાએ પોલીસ ખાતામાં ફરજ બજાવતા પતિ સહિ 6 સાસરિયાઓ સામે દહેજની માગણી કરી શારિરીક માનસિક ત્રાસ અપાતો હોવાની ફરિયાદ નોંધાવી છે.

20 વર્ષ પહેલા મહિલાનાં લગ્ન સલીમ ખાન પઠાણ સાથે થયા હતા અને પતિ સલીમ ખઆન અત્યારે ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે. લગ્નનાં 2 વર્ષ સુધી સાસરીયાઓએ મહિલાને સારી રીતે રાખ્યા બાદ નાની નાની વાતોમાં ત્રાસ આપી દહેજની માંગણી કરતા હતા. જેના કારણે વર્ષ 2002 માં મહિલાએ તેના પતિ તથા સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદમાં એક વર્ષ બાદ સમાધાન થયા બાદ મહિલા તેમના પરિવાર સાથે રહેતી હતી. જે બાદ સબીના બાનુ પોતાનાં પતિ સાથે વટવાનાં મોઈન પાર્કમાં રહેવા આવી હતી..જ્યાં મહિલાનાં જેઠ જેઠાણી બાજુના મકાનમાં રહેતા હતા..જે બાદ પતિ તેને સારી રીતે રાખતો ન હતો અને માર મારીને ત્રાસ આપતો હતો..મહિલાનાં સસરા સુબેખાન પણ પતિ સલીમને ચઢામણી કરતા તેમજ બાજુમાં રહેતા જેઠ ઐયુબખાન અને જૈઠાણી ઝાહેદાબાનુ અને જેઠનો દિકરો અરબાજ પણ પતિનો સાથ આપી મહિલાને ટોણા મારી શારિરીક માનસિક ત્રાસ આપતા હતા..તેમજ મહિલાની નણંદ શબાનાબાનુ પણ જ્યારે વડોદરાથી તેનાં ઘરે આવે ત્યારે પતિ સલીમને ચઢામણી કરતા અને “ આને આપણા બધાને જેલમાં મોકલાવેલા એમ કહીને પતિની ચઢામણી કરીને અગાઉ મહિલાએ પતિ સામે કરેલા કેસમાં કોર્ટનાં વકીલની ફી 3 લાખ રૂપિયા થઈ હતી જે 3 લાખ સાસરિયાઓ અને પતિ મહિલાનાં પિતાનાં ઘરેથી લાવાનું કહેતા હતા.. જેનાં કારણે મહિલા પોતાના બન્ને દિકરાઓ સાથે છેલ્લાં 6 મહિનાથી માતા-પિતાના ઘરે રહે છે.

મહિલાનો પતિ સલીમખાન પઠાણ હાલ કોઈ મહિલા સાથે લીવ ઈન રીલેશનશીપમાં રહે છે તેના કારણે મહિલાને પોતાની સાથે રાખવા ન માંગતા હોય જેના કારણે શારિરીક માનસિક ત્રાસ આપતા હોવાથી વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં મહિલાએ પોલીસકર્મી પતિ સામે ફરિયાદ નોંધાવી છે. તેમજ સસરા સુબે ખાન પતિની ચડામણી કરતા હતા અને બાજુમાં રહેતા જેઠ અને જેઠાણીએ ડાબા નું અને જેટ નો દીકરો અરબાઝ ખાન પણ પતિને સાથ આપીને મહિલાને ત્રાસ આપતો હતો તેમજ અને આપણા બધા ને જેલમાં મોકલ્યા છે એમ કહીને પતિની ચઢવણી કરતાં અને અગાઉ મહિલાએ કેસ કર્યો ત્યારે કોર્ટમાં વકીલની ફી ના ત્રણ લાખ રૂપિયા થયા હતા અને ત્રણ લાખ રૂપિયા મહિલાને મા બાપના ઘરેથી લાવવાનું કહેતા હતા અને મહિલાને પોતાના બંને દીકરાઓ સાથે છેલ્લા છ મહિનાથી માતા-પિતાના ઘરે મોકલી દીધી છે તેમજ મહિલાનો પતિ સલીમ ખાન બીજી કોઈ સ્ત્રી સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતો હોય તેવું મહિલાને જાણવા મળ્યું છે ત્યારે તેણે પોતાના પતિ સહિત છ સાસરીયાઓ સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ