Crime/ શહેરમાં વધુ એક કારના સાયલેન્સર ચોરીની ઘટના, આરોપી પોલીસ પકડથી હજુ પણ દૂર

અમદાવાદ શહેરમાં ગાડીઓમાંથી સાયલેન્સર ચોરીનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. અગાઉ અમદાવાદના નિકોલ, સરખેજ અને વેજલપુર સહિતના વિસ્તારોમાં ઈકો કારના સાયલેન્સર ચોરીની ઘટના બની હતી…

Ahmedabad Gujarat
Electionn 44 શહેરમાં વધુ એક કારના સાયલેન્સર ચોરીની ઘટના, આરોપી પોલીસ પકડથી હજુ પણ દૂર

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદ શહેરમાં ગાડીઓમાંથી સાયલેન્સર ચોરીનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. અગાઉ અમદાવાદના નિકોલ, સરખેજ અને વેજલપુર સહિતના વિસ્તારોમાં ઈકો કારના સાયલેન્સર ચોરીની ઘટના બની હતી, ત્યારે હજુ સુધી સાઇલેન્સરની ચોરી કરનાર આરોપીઓ પોલીસ પકડમાં આવ્યા નથી. ત્યાં ફરી એકવાર કારમાં સાયલેન્સરની ચોરી થઇ હોવાની ફરિયાદ આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ વખતે નવી નક્કોર કાર લીધાના બીજા જ દિવસે સાયલેન્સરની ચોરી થઈ છે.

Surat: હેવાન પાડોશીએ ચાલુ બસમાં માનવતાની તમામ હદો વટાવીને…..

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં હિલપાર્ક બાબુજી વણઝારાના મકાનમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા 23 વર્ષીય રાજેન્દ્રકુમાર ભગોરાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં તેઓની ઈકો કારના સાયલેન્સરની ચોરીની ફરિયાદ નોંધાવી છે..તેઓની ફરિયાદ મુજબ 24 મી ફેબ્રુઆરીએ તેઓએ નવી ઈકો કારની ખરીદી કરી હતી. ત્યારે ૨૪મી ફેબ્રુઆરીના રોજ રાત્રે 9 વાગે તેઓએ પોતાના શેઠ જનકભાઈ ત્રિવેદીને તેમના ઘરે ઉતારી આનંદનગર ચંદ્રમૌલી સ્કુલ સામે આવેલી કેસર જ્વેલર્સ પાસે આવેલી કરીયાણાની દુકાન આગળ ઇકો કાર લોક કરીને પાર્ક કર ઘરે ગયા હતા. ગુરુવારે સવારે 10:30 વાગે નોકરી પર જવાનું હોવાથી પાર્ક કરેલી જગ્યાએ જઈને ઇકો કાર ચાલુ કરતાં કારનો અવાજ બદલાઈ ગયો હતો. જેથી તેઓએ તપાસ કરતાં ઇકો કારનું સાયલેન્સર જોવા મળ્યું ન હતું અને આજુબાજુમાં શોધખોળ કરતાં પણ સાયલેન્સર મળી ન આવતા અંતે યુવકે પોલીસમાં ફોન કરીને સાયલેન્સર ચોરીની ફરિયાદ નોંધાવી છે.

Crime: વેપારીઓ સાથે લાખોની ઠગાઈ આચરનાર શખ્સને વેપારીઓએ જ ઝડપી પાડ્યો

૨૦ હજારની કિંમતના સાઇલેન્સરની ચોરી થતાં જ આનંદનગર પોલીસે આસપાસના સીસીટીવી સહિતની વિગતો મેળવી સાયલેન્સર ચોરી કરનાર યુવકની શોધખોળ શરૂ કરી છે. પરંતુ અમદાવાદમાં અન્ય વિસ્તારોમાં પણ સાયલેન્સર ચોરી કરનાર આરોપી પોલીસ પકડથી દૂર છે ત્યારે જોવાનું રહ્યું કે આનંદનગરમાં સાયલેન્સર ચોરી કરનાર ઈસમો પોલીસની ઝપટમાં ક્યારે આવે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ