અરવલ્લી/ ગુજરાતમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત, 35 વર્ષીય યુવકે ગુમાવ્યો જીવ

અરવલ્લીના મોડાસાના ધોલવાણી ગામનો 35 વર્ષીય યુવક સાગર દેસાઈ ભુવાજી તરીકે પણ જાણીતા હતા. તેઓ ઘરે હતા ત્યારે તેમને સ્વાસ્થ્ય સારુ ન હોવાનું જણાયું હતું.

Gujarat Others
YouTube Thumbnail 92 ગુજરાતમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત, 35 વર્ષીય યુવકે ગુમાવ્યો જીવ
  • અરવલ્લી : મોડાસાના યુવકનું હાર્ટ એટેકથી મોત
  • ધોલવાણી ગામે 35 વર્ષીય યુવકનું એટેક થી મોત
  • સાગર રબારી એકા એક ઘરમાં ઢળી પડ્યા

Arvalli News: ગુજરાતમાં નાની ઉમરે હાર્ટ એટેક આવવાના કિસ્સો વધુ પ્રમાણમાં સામે આવતા ચિંતાનો વિષય બન્યો છે. યુવાઓની સાથે સાથે હવે આ કાળ મુખો હાર્ટ એટેક કિશોરોને પણ પોતાનો શિકાર બનાવે છે. ત્યારે આવામાં વધુ એક ઘટના મોડાસાથી સામે આવી છે, જ્યાં એક યુવકનું હાર્ટ એટેકથી મોતને ભેટ્યો છે.

મળતી માહિતી અનુસાર અરવલ્લીના મોડાસાના ધોલવાણી ગામનો 35 વર્ષીય યુવક સાગર દેસાઈ ભુવાજી તરીકે પણ જાણીતા હતા. તેઓ ઘરે હતા ત્યારે તેમને સ્વાસ્થ્ય સારુ ન હોવાનું જણાયું હતું. અસ્વસ્થતા અનુભવાતા તબિબનો સંપર્ક કરવામાં આવી રહ્યો હતો એ જ સમયે તેઓ ઢળી પડ્યા હતા. અચાનક ઢળી પડતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

જ્યાં તેમનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હોવાનુ તબિબોએ જણાવ્યુ હતુ. મૃત્યનુ કારણ હાર્ટ એટેક હોવાનુ તબિબોએ જણાવ્યુ હોવાના સમાચાર છે. સાગર દેસાઈ વિસ્તારમાં ભૂવાજી તરીકે જાણીતા છે. આ પહેલા પણ મોડાસા શહેરમાં એક યુવાન હાર્ટ એટેકને લઈ મોતને ભેટ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 ગુજરાતમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત, 35 વર્ષીય યુવકે ગુમાવ્યો જીવ


આ પણ વાંચો:અમદાવાદ પોલીસ નવરાત્રીને લઈ એક્શનમાં, તૈયાર કર્યો ખાસ પ્લાન

આ પણ વાંચો:અમદવાદમાં એક સપ્તાહમાં હવાની ગુણવત્તા સૂચકાંક 80-100 રહી

આ પણ વાંચો:દરેક સનાતની હિન્દુઓએ અવશ્ય તિલક કરીને આવવુંઃ ફતેસિંહ ચૌહાણ

આ પણ વાંચો:અમદાવાદ શહેર પોલીસની મોટી કાર્યવાહી શહેરના 215 થી વધુ સ્પા પર દરોડા