Not Set/ બનાસકાંઠા/ ધાનેરામાં ડીપ્થેરીયાથી વધુ એકનું મોત, કુલ મૃત્યુઆંક 5

આ વર્ષે મન મૂકીને વરસેલા મેઘરાજાએ  જતાં જતાં ગુજરાત માટે રોગચાળાની અમૂલ્ય ભેટ મુક્તા ગયા છે. ગુજરાતનાં દરેક જીલ્લામાં રોગચાળાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે પણ વર્ષે ગુજરાતમાં વિવિધ બીમારીની ટકાવારીનું પ્રમાણ અનેક ગણું વધુ છે. વાત કરીયે ધનેરની તો અંહી આ વ્રશે ડિપ્થેરિયાના રોગે માથું ઉચક્યું છે. અત્યાર સુધી કુલ […]

Gujarat Others
diptheriya બનાસકાંઠા/ ધાનેરામાં ડીપ્થેરીયાથી વધુ એકનું મોત, કુલ મૃત્યુઆંક 5

આ વર્ષે મન મૂકીને વરસેલા મેઘરાજાએ  જતાં જતાં ગુજરાત માટે રોગચાળાની અમૂલ્ય ભેટ મુક્તા ગયા છે. ગુજરાતનાં દરેક જીલ્લામાં રોગચાળાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે પણ વર્ષે ગુજરાતમાં વિવિધ બીમારીની ટકાવારીનું પ્રમાણ અનેક ગણું વધુ છે.

વાત કરીયે ધનેરની તો અંહી આ વ્રશે ડિપ્થેરિયાના રોગે માથું ઉચક્યું છે. અત્યાર સુધી કુલ ચાર લોકોના ડિપ્થેરિયા ને કરને મોત થયા છે. અને આજે વધુ એક મોત થતાં કુલ મૃત્યુ આંક 5 પર પહોચ્યો છે. જ્યારે તપાસમાં વધુ 3 કેસ મળી આવ્યા છે. 20 થી વધુ બાળકોને ચેપ ની અસર હોવાનું સામે આવ્યું છે.

ડીપ્થેરિયા કે જેને ગલઘોટુ પણ કહેવામાં આવે છે. ડીપ્થેરીયાનો રોગ કોરીનોબેક્ટેરીયમ ડીપ્થેરી નામક બેક્ટરીયા થી થાય છે. આ રોગના બેક્ટેરીયા મુખ્યત્વે  હવા દ્વારા ચેપગ્રસ્ત મનુષ્યના સંસર્ગમાં આવતા તંદુરસ્ત મનુષ્ય માં ફેલાય છે.

ડિપ્થેરિયાના લક્ષણો

શ્વાસ લેવામાં તકલીફ પડવી,

ગળામાં કાકડા પર પીળા રંગની ચામડી થઈ જવી,

તાવ આવવો, ખાંસી આવવી,

જમવામાં તકલીફ થવી,

ગળાના અંદરના ભાગે સોજો આવવો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.