Youth heart attack/ વધુ એક યુવાનનું હાર્ટએટેકથી મોતઃ ગાંધીનગરમાં ભણતો બિલિમોરાનો યુવક મૃત્યુ પામ્યો

યુવાનોને આવતા હાર્ટએટેકના કિસ્સામાં ઉત્તરોતર વધારો જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં અભ્યાસ કરતાં 21 વર્ષીય યુવાનનું હાર્ટએટેકના હુમલાના લીધે મોત થયું છે. આ યુવાન મૂળ બિલિમોરાનો રહેવાસી છે. તેનું નામ આયુષ ગાંધી છે.

Gandhinagar Top Stories Gujarat
Youth Heart attack વધુ એક યુવાનનું હાર્ટએટેકથી મોતઃ ગાંધીનગરમાં ભણતો બિલિમોરાનો યુવક મૃત્યુ પામ્યો

ગાંધીનગરઃ યુવાનોને આવતા હાર્ટએટેકના Youth heart attack કિસ્સામાં ઉત્તરોતર વધારો જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં અભ્યાસ કરતાં 21 વર્ષીય યુવાનનું હાર્ટએટેકના હુમલાના લીધે મોત થયું છે. આ યુવાન મૂળ બિલિમોરાનો રહેવાસી છે. તેનું નામ આયુષ ગાંધી છે.

બિલિમોરાના જીવનજ્યોત એપાર્ટમેન્ટમાં રહેતું આયુષ ગાંધીનું કુટુંબ તેના મોતના સમાચાર સાંભળી આઘાતમાં છે. આ આશાસ્પદ યુવાન આઇટી ફિલ્ડમાં અભ્યાસ કરતો હતો અને તેના અચાનક નિધનના લીધે કુટુંબનું Youth heart attack વર્તમાન અને ભવિષ્ય બંને છીનવાઈ ગયા છે. જો કે યુવાનને હૃદયરોગનો હુમલો આવ્યો હોય તેવો કંઈ આ પ્રથમ કિસ્સો નથી, પણ છેલ્લા કેટલાક સમયથી યુવાનનો આવતા હાર્ટએટેકનું પ્રમાણ વધ્યુ છે.

તેમા પણ કોરોના પછી તો યુવાનોને આવતા હાર્ટએટેકની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. યુવાનોને આવતા હૃદયરોગના હુમલામાં થયેલા અચાનક વધારા પાછળનું કારણ હજી સુધી જાળવા મળ્યું નથી. આ અંગે હજી Youth heart attack સુધી પૂરતા પ્રમાણમાં પુરાવા ઉપલબ્ધ નથી. હાલમાં આ દિશામાં માહિતી મેળવવા માટે ત્રણ-ત્રણ પ્રકારના સંશોધન ચાલી રહ્યા છે.

કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ભારતમાં 18 થી 45 વર્ષની વયના પુખ્ત વયના લોકોમાં અચાનક મૃત્યુ સાથે સંકળાયેલા પરિબળો પર બહુ-કેન્દ્રિત અભ્યાસ લગભગ 40 હોસ્પિટલો/સંશોધન કેન્દ્રોમાં ચાલી રહ્યો છે.

આ ઉપરાંત 2022થી 18 થી 45 વર્ષની વયની વસ્તીમાં થ્રોમ્બોટિક Youth heart attack ઘટનાઓ પર કોવિડ રસીની અસર નક્કી કરવા માટે ભારતમાં લગભગ 30 COVID-19 ક્લિનિકલ રજિસ્ટ્રી હોસ્પિટલોમાં અભ્યાસ ચાલી રહ્યો છે. વધુમાં, વર્ચ્યુઅલ અને શારીરિક શબપરીક્ષણ દ્વારા યુવાન લોકોમાં અચાનક ન સમજાય તેવા મૃત્યુનું કારણ સ્થાપિત કરવા માટે બીજો અભ્યાસ ચાલી રહ્યો છે.

કુલ મળીને ત્રણ વિષયો પર સંશોધન અભ્યાસ ચાલી રહ્યો છે.અગાઉ જાણવા મળતું હતું કે અભ્યાસનો રિપોર્ટ જુલાઈ 2023માં જાહેર કરવામાં આવશે. પરંતુ ICMR અભ્યાસના પ્રારંભિક અહેવાલ અંગે ખૂબ જ ઊંડો અભ્યાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, તેનો પ્રયાસ છે કે તેના આંકડા અથવા તેનાથી સંબંધિત કોઈપણ માહિતી ત્યારે જ જાહેર કરવામાં આવશે જ્યારે તેની સંપૂર્ણ પુષ્ટિ થઈ જશે.

 

આ પણ વાંચોઃ Video/ વંદે ભારતના ટોયલેટમાં બીડી પી રહ્યો હતો શખ્સ, વાગવા લાગ્યું ફાયર એલાર્મ અને પછી…

આ પણ વાંચોઃ No Motion Confidence/ ‘વડાપ્રધાનના આગમનથી શું થશે? શું પરમાત્મા છે તેઓ? મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં ભાજપ પર ભડક્યા

આ પણ વાંચોઃ No Motion Confidence/ નિર્મલા સીતારમણે અવિશ્વાસ પ્રસ્તાવ પર વિપક્ષ પર કર્યા પ્રહારો, જાણો શું કહ્યું…

આ પણ વાંચોઃ No Motion Confidence/ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાના છેલ્લા દિવસે PM મોદી વિપક્ષ પર કરશે પ્રહાર

આ પણ વાંચોઃ Chandrayaan 3/ ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્ર અને પૃથ્વીની તસવીરો મોકલી, જુઓ અવકાશમાંથી ધરતી અને ચંદ્ર કેવો દેખાય છે