Not Set/ દેશમાં રહેતા તમામ ભારતીઓનાં ‘DNA’ એકઃ મોહન ભાગવત

રવિવારે ઉત્તર પ્રદેશનાં ગાઝિયાબાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નાં વડા મોહન ભાગવતે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હિન્દુઓ અને મુસ્લિમોની એકતા અંગે નિવેદન આપ્યું હતું.

Top Stories India
1 6 દેશમાં રહેતા તમામ ભારતીઓનાં 'DNA' એકઃ મોહન ભાગવત

રવિવારે ઉત્તર પ્રદેશનાં ગાઝિયાબાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નાં વડા મોહન ભાગવતે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હિન્દુઓ અને મુસ્લિમોની એકતા અંગે નિવેદન આપ્યું હતું. ગાઝિયાબાદમાં ‘ધ મીટિંગ્સ ઓફ માઇન્ડ્સ’ ના પુસ્તક લોન્ચ પ્રસંગે ભાગવતે કહ્યું હતું કે જુદા જુદા ધર્મો હોવા છતાં, બધા ભારતીઓનાં ડીએનએ સમાન છે.

રાજકારણ / કેજરીવાલે કોરોના સામે ફ્રન્ટ લાઇનમાં ઉભેલા ડોક્ટરોને ‘Bharat Ratna’ આપવાની કરી માંગ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નાં સરસંચાલક મોહન ભાગવતે એક મોટું નિવેદન આપતાં કહ્યું છે કે, લિંચિંગ હિન્દુત્વની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે, તેમા સામેલ લોકો હિન્દુત્વની વિરુદ્ધ છે. ‘હિન્દુ-મુસ્લિમ એકતા’ શબ્દને ભ્રામક ગણાવતા, મોહન ભાગવતે કહ્યું કે બંને એક છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં વડા મોહન ભાગવતે રવિવારે ગાઝિયાબાદની મેવાડ કોલેજમાં ખ્વાજા ઇફ્તાર અહેમદ દ્વારા લેખિત ‘ધ મીટિંગ ઓફ માઇન્ડ્સ’ પુસ્તકનું વિમોચન કરતી વખતે કહ્યું હતું કે, “અમે એક છીએ અને તેનો આધાર આપણી માતૃભૂમિ છે. તેથી અહીં ક્યારેય ઝઘડો કરવાની જરૂર નથી. અમે સમાન પૂર્વજોનાં વંશજ છીએ. ભારતનાં તમામ લોકોનો DNA એક સરખો છે. પછી ભલે તે ગમે તે ધર્મનો હોય.” મોહન ભાગવતે કહ્યું કે, સંઘ વોટનાં રાજકારણમાં વિશ્વાસ નથી કરતુ. અમે રાષ્ટ્રની તરફેણમાં છીએ. જે લોકો તેની તરફેણમાં જાય છે તેમને અમે ટેકો કરીએ છીએ. માનવીને જોડવાનું કામ રાજકારણનું નથી. રાજકારણ આ કાર્ય માટેનું સાધન નથી, પરંતુ તેને બગાડવાનું એક શસ્ત્ર છે. મોહન ભાગવતે કહ્યું કે, આપણે લોકશાહીમાં જીવીએ છીએ. અહીં હિન્દુઓ અથવા મુસલમાનોનું નહી માત્ર ભારતીઓનું જ વર્ચસ્વ હોઇ શકે છે. દેશમાં એકતા વિના વિશ્વાસ શક્ય નથી.

રાજકારણ / રાહુલે ટ્વિટર પર ચલાવ્યો પોલ – મોદી સરકાર JPC તપાસ માટે કેમ તૈયાર નથી?

કાર્યક્રમમાં સંઘનાં પ્રમુખ ભાગવતે વધુમાં કહ્યું કે, હિન્દુ-મુસ્લિમ એકતા ભ્રામક છે, કારણ કે તેઓ અલગ નથી પરંતુ એક છે. લોકોમાં પૂજા કરવાની રીતને લઈને કોઈ ભેદ ન કરી શકાય. કેટલીક એવી બાબતો છે જે રાજનીતિ કરી શકતી નથી. રાજકારણ લોકોને એક કરી શકતું નથી. રાજકારણ લોકોને એક કરવા માટેનું સાધન બની શકતું નથી. કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, તે સાબિત થયું છે કે આપણે છેલ્લાં 40,000 વર્ષોથી એક જ પૂર્વજોનાં વંશજો છીએ. ભારતનાં લોકોનો DNA સમાન છે. હિન્દુઓ અને મુસ્લિમો બે જૂથો નથી, એક થવા એવુ કંઈ નથી, તેઓ પહેલાથી જ એક સાથે છે.