સંબોધન/ PM મોદી આજે કોવિન ગ્લોબલ કોન્કલેવને કરશે સંબોધન, પોતાના મંતવ્ય રજૂ કરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કોવિન ગ્લોબલ કોન્કલેવ પર તેમના વિચારો શેર કરશે. કોરોના વિરુદ્ધ લડાઇ માટે ભારત વૈશ્વિક સ્તરે કોવિનને ડિજિટલ પબ્લિક ગુડ તરીકે રજૂ કરશે.

Top Stories India
11 96 PM મોદી આજે કોવિન ગ્લોબલ કોન્કલેવને કરશે સંબોધન, પોતાના મંતવ્ય રજૂ કરશે
  • PMનું આજે કોવિન ગ્લોબલ કોન્કલેવને સંબોધન
  • આજે બપોરે 3 કલાકે PM મોદી કરશે સંબોધન
  • વૈશ્વિક સંમેલનમાં કોરોના પર પોતાના વિચારો રજૂ કરશે
  • નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) એ માહિતી આપી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કોવિન ગ્લોબલ કોન્કલેવ પર તેમના વિચારો શેર કરશે. કોરોના વિરુદ્ધ લડાઇ માટે ભારત વૈશ્વિક સ્તરે કોવિનને ડિજિટલ પબ્લિક ગુડ તરીકે રજૂ કરશે. નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

મોટું નિવેદન / દેશમાં રહેતા તમામ ભારતીઓનાં ‘DNA’ એકઃ મોહન ભાગવત

કોવિન એપનો આ પ્રોગ્રામ વીડિયો કોન્ફરન્સિંગ (વર્ચ્યુઅલ માધ્યમ) દ્વારા કરવામાં આવશે. આ કોન્કલેવમાં, કોવિનનું ઉત્પાદન અને વિકાસ 20 થી વધુ દેશો સાથે શેર કરવામાં આવશે. મીડિયા સાથે વાતચીત કર્યા બાદ નેશનલ હેલ્થ ઓથોરિટીએ માહિતી આપી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે અને આ પહેલ દ્વારા પોતાના મંતવ્યો શેર કરશે. આ કોન્કલેવમાં પેરુ, મેક્સિકો, ડોમિનિકન રિપબ્લિક, વિયેતનામ, ઇરાક, યુગાન્ડા, નાઇજિરીયા, પનામા, યુક્રેન, નાઇજીરીયા અને સંયુક્ત અરબ અમીરાત જેવા કોવિન રસીકરણ કાર્યક્રમો ચલાવવા માટે કોવિન ટેકનોલોજી વિશે શીખવામાં રસ બતાવ્યો છે. આપને જણાવી દઈએ કે, કોરોના રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીથી જ દેશમાં શરૂ થયું હતું. જે પછી, તેણે ઘણા નીતિગત ફેરફારો અને વિકાસ વચ્ચે ઝડપથી વિસ્તાર કર્યો છે. તેના ત્રીજા વર્જન શરૂ થયા પછી, કોવિને મે મહિનાનાં પ્રારંભમાં 20 કરોડથી વધુ નોંધણી કરી છે.

રાજકારણ / કેજરીવાલે કોરોના સામે ફ્રન્ટ લાઇનમાં ઉભેલા ડોક્ટરોને ‘Bharat Ratna’ આપવાની કરી માંગ

આપને જણાવી દઈએ કે, કોવિન પ્લેટફોર્મને દેશમાં પ્રથમ સફળતા મળી હતી. આ પછી વિશ્વનાં અન્ય દેશોમાં પણ આ પ્લેટફોર્મ સફળ કરવાની તૈયારી ચાલી રહી છે. જલદી આ પ્લેટફોર્મ અન્ય દેશોમાં જશે, ત્યાં પણ તેના વખાણ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, વિશ્વનાં સૌથી મોટા રસીકરણ મંચ, કોવિનની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. ભારતમાં આ તે મંચ છે જેના દ્વારા રસીકરણનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે અને હવે તે વિશ્વનાં અન્ય દેશો સાથે વિના મૂલ્યે શેર કરવામાં આવશે. આ કોન્ક્લેવમાં, કોવિનનું ઉત્પાદન અને વિકાસ 20 થી વધુ દેશો સાથે શેર કરવામાં આવશે.