Rajkot News: રાજકોટમાં નહાવા ગયેલા ત્રણ મિત્રોમાં એકનું ડૂબી (Drowned) જતાં મોત થયું છે. જસદણ (Jasdan) નજીક આવેલા આલન સાગર તળાવમાંથી મૃતદેહ મળ્યો છે. શનિવારે ત્રણ મિત્રો તળાવમાં નહાવા ગયા હતા. તેમાથી એક ડૂબી ગયો હતો. વહેલી સવારે તળાવમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. 17 વર્ષીય આઝમ હનીફ માલકાણી નામનો યુવાન ડૂબી જતાં તેનું મોત થયું હતું. મૃતક કુટુંબનો એકનો એક દીકરો હતો. મૃતદેહને જસદણ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. હવે આ ખરેખર હત્યા છે કે પછી તે ડૂબી ગયો છે તે પોલીસ તપાસનો વિષય છે.
આ સિવાય મહિના પહેલાં જ બનેલી ઘટનામાં રાજકોટની વીંછીયામાં ભાદર નદીમાં યુવક ડૂબ્યો હતો. ભાદર નદીમાં ન્હાવા ગયેલો યુવક ડૂબ્યો હતો. નદીના પામીમાં ડૂતા યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું. સ્થાનિક તરવૈયાઓએ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો છે. મૃતદેહ ને શોધવા માટે સ્થાનિક ગામના 10 જેટલા તરવૈયા એ 10 થી પંદર મિનિટ સુધી પાણીમાં મૃતદેહ શોધ્યા બાદ મળ્યો હતો. પી.એમ માટે મૃતદેહ ને 108 ની મદદથી વીંછીયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વીંછીયામાં 40 વર્ષના ડોક્ટર ભરત મિસ્ત્રી નાના માત્રા ગામની ભાદર નંદીમાં ડૂબી જતાં મૃત્યુ પામ્યા છે. હોમિયોપેથી ડોક્ટર ભરત મિસ્ત્રી મિત્રો સર્કલ સાથે 5 કપલ,નાના માત્રા ભાદર નંદીમાં નાવા માટે ગયા હતા કુલ 10 લોકો હતા.
અમરેલીમાં લાલાવદરની બાજુમાં આવેલા તળાવમાં કિશોર ડૂબ્યો હતો. 11 વર્ષીય કિશોર ડૂબવાના લીધે મૃત્યુ પામ્યો હતો. કિશોરડૂબવાની માહિતી મળતા સરપંચ સહિતના ગ્રામજનો ઘટનાસ્થળે એકઠા કરવામાં આવ્યા છે. કિશોરના મૃતદેહને સિવિલમાં પોસ્ટમોર્ટમઅર્થે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. અમરેલીમાં સળંગ બીજા દિવસે તળાવમાં કિશોરના ડૂબવાની ઘટના બનતાં સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.
આ પણ વાંચો: પાટણમાં ગણપતિ વિસર્જનમાં પ્રજાપતિ પરિવારના ચાર સભ્યો સરસ્વતી નદીમાં ડૂબ્યાં
આ પણ વાંચો: પાટણમાં ગણેશ વિસર્જન દરમિયાન 7 લોકો ડૂબ્યા, એક જ કુટુંબના 4નાં મોત
આ પણ વાંચો: રાજ્યમાં વિવિધ દુર્ઘટનાઓમાં સાત ડૂબ્યાં, છએ જીવ ગુમાવ્યો