Not Set/ જનતા કર્ફ્યુને થયું એક વર્ષ, ગત વર્ષે 22 માર્ચે જનતા કર્ફ્યુનું થયું હતું એલાન

વિશ્વ આખું કોરોના મહામારી સામે ઝુઝુમી રહ્યું છે અને ભારતમાં પણ કોરોનાનો સેકન્ડ વેવ આવ્યો છે.

Top Stories India Trending
election 17 જનતા કર્ફ્યુને થયું એક વર્ષ, ગત વર્ષે 22 માર્ચે જનતા કર્ફ્યુનું થયું હતું એલાન

વિશ્વ આખું કોરોના મહામારી સામે ઝુઝુમી રહ્યું છે અને ભારતમાં પણ કોરોનાનો સેકન્ડ વેવ આવ્યો છે. હવે આ મહમારી કોરોનાને ભારતમાં કહેર મચાવ્યાને એક વર્ષ થયું છે. વર્ષ 2020ની 22મી માર્ચે સમગ્ર ભારતે જનતા કર્ફ્યુની અપીલનો સામનો કર્યો હતો અને ત્યારબાદ લોકડાઉન લાગ્યું હતું.

election 18 જનતા કર્ફ્યુને થયું એક વર્ષ, ગત વર્ષે 22 માર્ચે જનતા કર્ફ્યુનું થયું હતું એલાન

  • દેશવાસીઓ એક દિવસ માટે થયા હતા ઘરમાં કેદ
  • જનતા કર્ફ્યુ બાદ 25 માર્ચથી દેશમાં લાગ્યું હતું લોકડાઉન
  • નોકરી અને ધંધા થયા હતા સંપૂર્ણ બંધ

ભારતમાં વર્ષ 2020ના જાન્યુઆરી માસથી જ કોરોના પ્રવેશ્યો હતો. તકેદારી અને બેજવાબદારીની વચ્ચે દેશમાં કોરોના કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધતી ગઈ. પહેલા એક આંકડામાં પછી બે આંકડામાં અને પછી ત્રણ આંકડાઓમાં સંખ્યા પહોંચતા દેશમાં સૌથી પહેલા જનતા કર્ફ્યુ અને પછી લોકડાઉન લાગુ કરાયું હતું.

election 19 જનતા કર્ફ્યુને થયું એક વર્ષ, ગત વર્ષે 22 માર્ચે જનતા કર્ફ્યુનું થયું હતું એલાન

  • ત્રણ મુદ્દામાં સિમિત રહી ગઇ હતી માનવ જિંદગી
  • ઘરમાં રહો સુરક્ષિત રહો
  • બહાર જવાનું ટાળો
  • હાથને વારંવાર સેનેટાઇઝ કરો

મુખ્ય માર્ગો સહિત ગામોના વિસ્તાર લોકડાઉનના કારણે સુમસામ ભાસતા નજરે પડ્યા હતા. કોઈને બે સમયના ભોજનની ચિંતા તો કોઈ અન્ય જગ્યાએ અટવાઈ પડતાં તેના પરિવારની ચિંતા તો કોઈને ધંધા વેપારની ચિંતા સતાવતી હતી. ઘરમાં રહો સુરક્ષિત રહો, બહાર જવાનું ટાળો, હાથ વારંવાર સેનેટાઇઝ કરો અથવા તો ધોવોની જાહેરાત કરવામાં આવતી હતી.

  • ત્રણ તબક્કામાં લોકડાઉન લંબાવાયું
  • 25 માર્ચે 21 દિવસનું લાગ્યું હતું લોકડાઉન
  • અચાનક રાત્રે માર્ગો પર પોલીસ કાફલો ખડકી દેવાયો
  • દેશમાં જ્યાં જુઓ ત્યાં અફરાતફરીનો હતો માહોલ

આજે ફરીથી દેશમાં સેકન્ડ વેવથી કોરોનાનો કહેર

જનતા કર્ફ્યૂના ત્રીજા દિવસે ભારતમાં સંપૂર્ણ 21 દિવસનું લોકડાઉન લાદવામાં આવ્યું હતું. રાત્રે 10 વાગ્યાથી તમામ જાહેર માર્ગો ઉપર ઠેરઠેર પોલીસ ખડકી દેવામાં આવી અને જનતાને અપીલ કરવામાં આવી કે ઘરની બહાર ન નીકળો. જે લોકડાઉન ત્રણ જુદા જુદા તબક્કામાં લંબાવ્યું હતું. જનતા નહીં સાંભળતા સરકાર અને પોલીસે કડક વલણ દાખવવાની ફરજ પડી હતી. લોકડાઉન ત્રણ તબક્કામાં થયું અને તે બાદ રાજ્યની સ્થિતિ પ્રમાણે પગલાં ભરવામાં આવ્યા હતા. જોકે એકવર્ષના બોધપાઠ બાદ પણ તકેદારી અને બેદરકારીના સમન્વય વચ્ચે દેશમાં કોરોનાનો સેકન્ડ વેવ શરૂ થયો છે.