Technology/ 10 જૂને ભારતમાં લોન્ચ થઇ રહ્યો છે OnePlus Nord CE 5G, કિંમત હશે આટલી સસ્તી

OnePlus Nord CE 5G ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. અગાઉ Nord CE 5Gને લઈને માત્ર અટકળો ચાલી રહી હતી. તેને લઈને કોઈ ખાસ માહિતી ઉપલબ્ધ ન હતી. વન પ્લસ સમર લોન્ચ ઇવેન્ટમાં આ ફોન લોકો સમક્ષ રજુ થાય તેવી શક્યતા અહેવાલ અનુસાર, ભારતમાં Nord CE 5G ફોન 10 જૂને લોન્ચ થશે. […]

Tech & Auto
Untitled 343 10 જૂને ભારતમાં લોન્ચ થઇ રહ્યો છે OnePlus Nord CE 5G, કિંમત હશે આટલી સસ્તી

OnePlus Nord CE 5G ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. અગાઉ Nord CE 5Gને લઈને માત્ર અટકળો ચાલી રહી હતી. તેને લઈને કોઈ ખાસ માહિતી ઉપલબ્ધ ન હતી. વન પ્લસ સમર લોન્ચ ઇવેન્ટમાં આ ફોન લોકો સમક્ષ રજુ થાય તેવી શક્યતા અહેવાલ અનુસાર, ભારતમાં Nord CE 5G ફોન 10 જૂને લોન્ચ થશે. ઇવેન્ટમાં કંપની OnePlus TV U-Series મોડલ પણ‌ લોન્ચ થશે.

આ ફોન વન પ્લસ સમર લોન્ચ ઇવેન્ટમાં લોન્ચ થશે. જેની માહિતી હજુ સુધી અધિકૃત રીતે જાહેર કરવામાં આવી નથી. આ ઈવેન્ટમાં ગયા વર્ષે OnePlus Nord 2 પણ લોન્ચ થવાની શકયતા હતી. નિષ્ણાતોનું માનવું છે કે આ ફોન નોર્ડ N10 5Gની જેમ‌ જ ઓછી કિંમતવાળો 5જી ફોન હશે. લૉન્ચિંગ પહેલાં જ કંપનીએ OnePlus Nord CE 5G સ્માર્ટ ફોનના પ્રી-ઓર્ડર અને ઓપન સેલની તારીખની જાહેરાત કરી દીધી છે. રેડ કેબલ ક્લબ મેમ્બર્સ 11 જૂનથી જ નવા સ્માર્ટફોનનો પ્રી-ઓર્ડર આપી શકશે. એટલે કે ફોન લોન્ચ થયાના એક દિવસ પછી જ યુઝર્સ તેને પ્રી બુક કરી શકે છે. જ્યારે આ સ્માર્ટફોનનો ઓપન સેલ 16 જૂનના શરૂ થશે.

OnePlus Nord CE 5Gના સ્પેસિફિકેશન્સને લઈને હજુ સુધી કોઇ જાણકારી ઉપલબ્ધ નથી. કંપની આ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સને 31મે પછી ટીઝર દ્વારા જાહેર કરી શકે છે. OnePlus Nord CE 5Gમાં CEનો અર્થ Core Edition છે.

તેનો અર્થ એ છે કે આ નવો સ્માર્ટફોન ભારતમાં વન પ્લસ નોર્ડથી પણ ઓછી કિંમતે લોન્ચ થશે. કંપની આ ફોનને વીસ હજાર રૂપિયાના બજેટમાં લોન્ચ કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. આ ફોનમાં FHD+ રિઝોલ્યુશનની સાથે 90Hz રિફ્રેશ રેટવાળું ડિસ્પ્લે, Snapdragon 690 ચિપસેટ, 64MP ક્વોડ રિયર કેમેરા અને 30Wનું ફાસ્ટ ચાર્જીગ મળશે.