સોશિયલ મીડિયા એપ્સ પછી, ફેસબુક હવે વિયરેબલ સેગમેન્ટમાં તેના સ્માર્ટવોચને લોંચ કરવાની તૈયારી કરી રહ્યું છે. સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની ફેસબુક તેની સ્માર્ટવોચ પર કામ કરી રહી છે અને કંપની આ સ્માર્ટવોચ આવતા વર્ષે સેલ કરવાની યોજના બનાવી રહી છે. Information રિપોર્ટ અનુસાર આ સ્માર્ટવોચ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે. અત્યારે તે સ્પષ્ટ નથી થયું કે આ Smartwatch Google Wear OS પર કામ કરશે કે નહીં.
રિપોર્ટમાં જણાવાયું છે કે, ફેસબુક સ્માર્ટવોચમાં અન્ય સ્માર્ટવોચની જેમ, યૂઝર્સને આરોગ્ય અને ફિટનેસ જેવી મહાન સુવિધાઓ જોવા મળશે. ફેસબુક સ્માર્ટવોચ સેલ્યુલર કનેક્શન દ્વારા કામ કરશે અને આ વોચમાં જે ખાસ ફીચર મળશે તે એ છે કે યૂઝર્સ સીધા પોતાના સ્માર્ટવોચથી જ મેસેજ મોકલી શકશે. આ પ્રકારની સુવિધા હજી સુધી કોઈ પણ સ્માર્ટવોચમાં જોવા મળી નથી. ફેસબુકે સ્માર્ટવોચ સેગમેન્ટમાં પ્રવેશવાની યોજના બનાવી છે, પરંતુ આપને જણાવી દઈએ કે, હાલમાં Apple અને Huawei જેવી કંપનીઓ આ સેગમેન્ટમાં છે. ઘણા અહેવાલોમાં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ફેસબુકની સ્માર્ટવોચ Huawei અને Apple કંપનીઓની સ્માર્ટવોચ સાથે સ્પર્ધા કરી શકે છે.
હાર્ડવેર વિશે વાત કરતાં, ફેસબુકે Oculus વર્ચુઅલ રિયાલિટી હેડસેટ અને પોર્ટલ વીડિયો ચેટ ડિવાઇસને પણ ડેવલોપ કર્યુ હતું. પરંતુ કંપનીએ આ વિશે સત્તાવાર રીતે કંઇ કહ્યું નથી. Apple Watch એ વિશ્વની સૌથી લોકપ્રિય સ્માર્ટવોચમાં એક છે. તમે યાદ કરો કે, Apple Watch સીરીઝ 6 માં, કંપનીએ ફિટનેસ ટ્રેકિંગ સાથે બ્લડ ઓક્સિજન મોનિટર જેવી ઘણા સારા ફિચર્સ આપ્યા હતા.
mobile / iPhone 12 Mini પર આ રીતે મેળવો 18,000નું ડિસ્કાઉન્ટ, ઉઠાવો લાભ
Auto / Marutiની આ કાર પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ, ફેબ્રુઆરીમાં જ ખરીદવાથી મળશે ફાયદો
Auto / તમામની પસંદ Activa 6G પર ઓફર, કંપની આપી રહી છે 5000નું કેશબેક, ઉઠાવો લાભ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…