Not Set/ રાજ્યમાં આજે કોરોનાના નવા માત્ર 19 કેસ નોંધાયા

રાજ્યમાં હાલમાં રસીકરણ ચાલી રહ્યું છે. જો કે રાજ્યમાં વેપારી એકમો, વાણિજ્યિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ જેના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત બનાવવામાં આવી છે.

Gujarat Others
Untitled 119 રાજ્યમાં આજે કોરોનાના નવા માત્ર 19 કેસ નોંધાયા

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર ધીમે ધીમે ઘટી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં માત્ર 19  નવા કોરોના કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો  8,24,565પર પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એક  વ્યક્તિનું  મોત થયું નથી. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 17 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,14,778  છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 209  છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલમાં રસીકરણ ચાલી રહ્યું છે. જો કે રાજ્યમાં વેપારી એકમો, વાણિજ્યિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ જેના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત બનાવવામાં આવી છે.

રાજ્યમાં રસીકરણના મોરચે સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 240 કર્મચારીઓને રસીનો પ્રથમ અને 4970 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના 124969 નાગરિકોને રસીનો પ્રથમ અને 61461 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 3,30,282 નાગરિકોને રસીનો પ્રથમ અને 29,199 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં 5,51,121 ડોઝ અપાઇ ચુક્યા છે. 3,71,32,599 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.