Not Set/ રાજકોટમાં આજે કો-વેક્સિનનો માત્ર બીજો ડોઝ અપાયો

છેલ્લા બે દિવસથી રાજકોટને કોવિશિલ્ડના ડોઝની ફાળવણી કરવામાં ન હોવાના કારણે આજે 21 સેશન સાઈટ પર કો-વેક્સિનનો બીજો ડોઝ લોકોને આપવામાં આવ્યો હતો.

Gujarat Rajkot
Untitled 422 રાજકોટમાં આજે કો-વેક્સિનનો માત્ર બીજો ડોઝ અપાયો

રાજ્યમાં કોરોનાની બીજી લહેર ભયંકર જોવા મળી હતી . જેમાં લાખો  લોકો કોરોનામાં  મૃત્યુ પામ્યા  હતા . ત્યારે સરકાર  દ્વારા સમગ્ર દેશ માં વેક્સીન આપવામાં આવી રહી છે . તે અંતર્ગત  સરકાર દ્વારા પુરતા પ્રમાણમાં કોરોનાની વેક્સિનનો જથ્થો ફાળવવામાં આવતો ન હોવાના કારણે વેક્સિનેશનની કામગીરી પર અસર પડી રહી છે. કોવિશિલ્ડનો જથ્થો ફરી ખલાસ થઈ જતાં આજે 21 સેશન સાઈટ પર માત્ર કો-વેક્સિનનો બીજો ડોઝ આપવાની કામગીરી કરવામાં આવી હતી. છાશવારે વેક્સિનેશનના ધાંધીયાથી લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. બીજી તરફ મહાપાલિકાનું તંત્ર પણ લાચાર થઈ ગયું છે.

કોરોનાને નાથવા માટેનું હાથવગુ હથિયાર એકમાત્ર વેક્સિનેશન છે. શહેરમાં વેક્સિનેશનની કામગીરી 94 ટકા આસપાસ પહોંચી જવા પામી છે અને તંત્ર હવે 100 ટકા ટાર્ગેટ સિધ્ધ કરવા આગળ વધી રહ્યું છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા પુરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ફાળવવામાં આવતો નથી.

આ પણ વાંચો :પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ અમિત શાહને મળવા પહોચ્યા

છેલ્લા બે દિવસથી રાજકોટને કોવિશિલ્ડના ડોઝની ફાળવણી કરવામાં ન હોવાના કારણે આજે 21 સેશન સાઈટ પર કો-વેક્સિનનો બીજો ડોઝ લોકોને આપવામાં આવ્યો હતો. જે નાગરિકોએ કો-વેક્સિન લીધાના 28 દિવસ થઈ ગયા હોય તેને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. વેક્સિનના ધાંધીયાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

મહાપાલિકાનું તંત્ર પણ વેક્સિનનો પુરતો જથ્થો ફાળવવામાં આવતો ન હોવાના કારણે લાચાર બની ગયું છે. કો-વેક્સિનની માંગ ખુબજ ઓછી રહે છે. જ્યારે કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેવા માટે હજુ હજારો લોકો રાહ જોઈ રહ્યાં છે છતાં સરકાર વેક્સિનેશન ઝુંબેશને વેગવંતુ બનાવવાની વાતો કરે છે પરંતુ પુરતો જથ્થો ફાળવતું નથી જેના કારણે સ્થિતિ વણસી રહી છે.

આ પણ વાંચો ;કપિલ સિબ્બલે કહ્યું કોંગ્રેસ પાસે અધ્યક્ષ ન હોવું દુર્ભાગ્ય, CWCની બેઠક બોલાવવાની કરી માંગ