Wimbledon 2022/ ઓન્સ જબેઉરે રચ્યો ઇતિહાસ,વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચનારી આરબ દેશોની પ્રથમ મહિલા ખેલાડી બની

ટ્યુનિશિયાના ઓન્સ જબેઉર ગુરુવારે  ઈતિહાસ રચ્યો હતો. તે આફ્રિકન અને આરબ દેશોમાંથી વિમ્બલ્ડન ઓપનની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ મહિલા ખેલાડી બની હતી.

Top Stories Sports
1 80 ઓન્સ જબેઉરે રચ્યો ઇતિહાસ,વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચનારી આરબ દેશોની પ્રથમ મહિલા ખેલાડી બની

ટ્યુનિશિયાના ઓન્સ જબેઉર ગુરુવારે  ઈતિહાસ રચ્યો હતો. તે આફ્રિકન અને આરબ દેશોમાંથી વિમ્બલ્ડન ઓપનની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ મહિલા ખેલાડી બની હતી. જબેઉરે સેમિફાઇનલમાં તત્જાના મારિયાને ત્રણ સેટની મેચમાં હરાવી હતી. તેણે આ મેચ 6-2, 3-6, 6-1થી જીતી હતી. બે બાળકોની માતા 34 વર્ષીય મારિયાનું પ્રથમ વખત ફાઈનલ રમવાનું સપનું રોળાઇ ગયું હતી.

તત્જાના મારિયાએ દેશબંધુ જુલે નિમેયરને હરાવી પ્રથમ વખત કોઈ ગ્રાન્ડ સ્લેમની સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો. બીજી તરફ, ખિતાબની દાવેદાર જાબેઉરે ચેક રિપબ્લિકની બિનક્રમાંકિત મેરી બુજકોવાને હરાવી હતી.

જબેઉરનો ફાઇનલમાં  સામનો 2019ની ચેમ્પિયન સિમોના હાલેપ સાથે થશે, જે રોમાનિયાની 16મી ક્રમાંકિત છે અથવા રશિયામાં જન્મેલી કઝાકિસ્તાનની 17મી ક્રમાંકિત એલિના રિબાકીના સાથે થશે.