Brand ambasador of democracy/ ઓપરેશન,પથારીગ્રસ્ત અને વ્હીલચેર પર આવનારા મતદારો લોકશાહીના બ્રાન્ડ એમ્બેસેડર

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના બીજા તબક્કામાં 14 જિલ્લાના 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. કેટલાય લોકો સાજા સરવા હોવા છતાં નિરુત્સાહના લીધે મતદાન કરવા આવતા નથી તો તેનાથી વિપરીત અભિગમ પણ જોવા મળ્યો હતો.

Gujarat
Voting ઓપરેશન,પથારીગ્રસ્ત અને વ્હીલચેર પર આવનારા મતદારો લોકશાહીના બ્રાન્ડ એમ્બેસેડર
  • આપણે ભલે લાકડીના ટેકે ચાલીએ, પણ લોકશાહી તેવી રીતે ન ચાલવી જોઈએઃ દર્દીઓ
  • બ્રેઇન હેમરેજના 48 કલાકમાં જ દર્દીએ મતદાન કર્યુ
  • એમ્બ્યુલન્સમાં આવીને દર્દીએ મતદાન કર્યુ
  • 93 વર્ષના પથારીગ્રસ્ત બાએ વ્હીલચેર પર આવી મતદાન કર્યુ
  • શતાયુ મતદારોએ દ્વારા પણ કરાયું મતદાન

Brand ambassador of Democracy: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના બીજા તબક્કામાં 14 જિલ્લાના 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. કેટલાય લોકો સાજા સરવા હોવા છતાં નિરુત્સાહના લીધે મતદાન કરવા આવતા નથી તો તેનાથી વિપરીત અભિગમ પણ જોવા મળ્યો હતો.

કેટલાક દર્દીઓએ તો એમ્બ્યુલન્સમાં આવી મતદાન કર્યુ હતુ. જ્યારે એક દર્દીએ તો બ્રેઇન હેમરેજ થયાના 48 કલાકમાં આવીને મતદાન કર્યુ હતું. જ્યારે એક દર્દીએ ઓક્સિજન સાથે મતદાન કર્યુ હતુ. આ લોકો તેવા માટે પ્રેરણારૂપ છે જે મતદાનથી અળગા રહે છે. આ ઉપરાંત લાકડીના ટેકે ચાલતા વયોવૃદ્ધોએ પણ મતદાન કર્યુ હતું.

આણંદમાં બ્રેઇન હેમરેજનું ઓપરેશન કર્યાના 48 કલાકમાંજ જૈન સમાજના વડા રમેશ શાહે મતદાન કરી ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું. તેઓ એમ્બ્યુલન્સમાં જ મતદાન કેન્દ્રમાં આવ્યા હતા. તેમણે મતદાનને પવિત્ર ફરજ ગણાવી મતદાન કરવા અપીલ કરી હતી. બીજી બાજુએ મોડાસાના નવા ગામમાં 103 વર્ષના સંતોકબેન પટેલે મતદાન કરી ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું હતું.

આ ઉપરાંત અનેક વયોવૃદ્ધ મતદારોએ લાકડીના ટેકે ચાલતા જઈને મતદાન કર્યુ હતુ. 93 વર્ષની વૃદ્ધ મહિલાએ મતદાન કર્યુ હતુ તો બીજા 93 વર્ષની મહિલા મતદાન કરવા વ્હીલચેરમાં આવ્ા હતા. આ વૃદ્ધ મહિલાના મતદાનનો ઉત્સાહ એવો હતો કે તેમણે મતદાનની જીદ કરી હતી. વાસ્તવમાં આવા મતદાતાઓ જ લોકશાહીના અને મતદાનના સાચા બ્રાન્ડ એમ્બેસેડરો છે.

ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દરમ્યાન આજે અનોખા દ્રશ્યો સામે આવ્યા છે. આણંદમાં વયોવૃદ્ધ પથારીવશ વૃદ્ધાએ મતદાનમાં ઉત્સાહ દાખવ્યો છે. જેને લઈ એમ્બ્યુલન્સ સાથે મહિલા મતદાર મતદાન મથક પર પહોંચ્યા હતા. જ્યાં બીમાર અને પથારીવશ હોવા છતાં મતદાન મથક પહોંચી મતદાન કર્યું છે.

આ પણ વાંચોઃ

Rebel candidate/વાઘોડિયાની બેઠક પર વફાદારો અને બળવાખોરો વચ્ચે અનૂઠો જંગ

Voting holy duty/આને કહેવાય પવિત્ર ફરજઃ બોટમાં નદી પસાર કરી જીવના જોખમે કર્યુ મતદાન