ઓપરેશન કાવેરી-ગુજરાતી/ ઓપરેશન કાવેરી સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓ માટે જાણે સંજીવની બન્યું

સુદાનમાં ગૃહયુદ્ધમાં ફસાયેલા ભારતીયો અને તેમા પણ ખાસ કરીને ગુજરાતીઓ માટે ભારત સરકારે શરૂ કરેલી બચાવ કાર્યવાહી ઓપરેશન કાવેરી સંજીવની બનીને આવ્યું છે.

Top Stories Gujarat
Operation Kaveri ઓપરેશન કાવેરી સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓ માટે જાણે સંજીવની બન્યું

અમદાવાદ:  સુદાનમાં ગૃહયુદ્ધમાં ફસાયેલા ભારતીયો અને Operation Kaveri તેમા પણ ખાસ કરીને ગુજરાતીઓ માટે ભારત સરકારે શરૂ કરેલી બચાવ કાર્યવાહી ઓપરેશન કાવેરી સંજીવની બનીને આવ્યું છે. ભારત સરકારની આ કાર્યવાહીના લીધે લગભગ 3,500થી વધુ ભારતીયોનો જીવ બચ્યો છે. તેની સાથે 72 જેટલા ગુજરાતીઓનો જીવ બચ્યો છે. તેમાથી 56ને પહેલા ભારત અને પછી ગુજરાત પરત લાવવામાં આવ્યા હતા.

સુદાનમાં હાલમાં ગૃહયુદ્ધ ચાલી રહ્યુ છે. આ યુદ્ધમાં હવે આંતરરાષ્ટ્રીય દબાણના Operation Kaveri લીધે 72 કલાકનો યુદ્ધવિરામ લાદવામાં આવ્યો છે, જેથી ફસાયેલા વિદેશીઓને કાઢવમાં આવે. તેના લીધે ભારત સરકારે ગુજરાતી સહિતના ભારતીયોને બહાર કાડવા ઓપરેશન કાવેરી હાથ ધર્યુ છે. આમ આ ઓપરેશને ગયા વર્ષે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને નીકાળવા માટે સરકારે હાથ ધરેલા ઓપરેશનની યાદ અપાવી હતી. તે સમયે કેટલાય ભારતીય યુવાનોએ પગપાળા ચાલવું પડ્યું હતું.

56 ગુજરાતીઓને ભારત પહોંચાડવામાં આવ્યા છે

ગુજરાતના કુલ અત્યાર સુધીમાં 72 લોકોએ ભારત પરત આવવાની અરજી કરી છે. Operation Kaveri તેમાંથી 56 ગુજરાતીઓને ભારત પહોંચાડવામાં આવ્યા છે. તેમણે વતનમાં આવતાં જ જીવમાં જીવ આવ્યો હોય એવો હાશકારો અનુભવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુદાનથી પરત આવેલા ગુજરાતીઓનું સ્વાગત કર્યું હતું. તેમણે ગુલાબનું ફૂલ આપીને તમામને આવકાર્યા હતા. આ દરમિયાન હેમખેમ રીતે સુદાનથી પરત આવેલા ગુજરાતીઓએ સરકારનો આભાર માન્યો હતો. તેઓનું કહેવું હતું કે જો સરકારે આ પ્રકારનું ઓપરેશન હાથ ધર્યું ન હોત તો તેમના માટે આ રીતે ત્યાંથી નીકળવું અશક્ય હોત.

આજે સવારે છ વાગે અમદાવાદ સર્કિટ હાઉસ પહોંચ્યા

સુદાનમાં ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાયા બાદ ત્યાં રહેતા ગુજરાતીઓને Operation Kaveri ભારત સરકારે તેમના વતન પરત લાવવા માટે ઓપરેશન કાવેરીની શરૂઆત કરી હતી. 56 ગુજરાતી સુદાનથી મુંબઈ પહોંચ્યા હતા. જેમાં મુંબઈથી અમદાવાદ આવવા માટે 44 ગુજરાતીઓ ગઈકાલે સાંજે નીકળ્યા હતા અને આજે સવારે છ વાગે અમદાવાદ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. સુદાનથી આવેલા સૌ ગુજરાતીઓનું સ્વાગત અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુલાબના ફૂલ આપી કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે, સુદાનમાંથી ઓપરેશન કાવેરી હેઠળ અત્યાર સુધી 534 ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ભારત પોતાના બાકી રહેલા નાગરિકોને બહાર કાઢવાના પ્રયત્નો કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધી-કોર્ટ સુનાવણી/ રાહુલ ગાંધીના કેસની આવતીકાલે થશે સુનાવણીઃ જસ્ટિસ હેમંત સુનાવણી કરશે

આ પણ વાંચોઃ પાક રાજકારણ/ શાહબાઝ શરીફે નેશનલ એસેમ્બલીમાં વિશ્વાસનો મત મેળવ્યો, ઇમરાન સ્તબ્ધ

આ પણ વાંચોઃ છત્તીસગઢ હુમલો/ છત્તીસગઢ હુમલામાં શહીદ થયેલા દસમાંથી પાંચ જવાન ભૂતપૂર્વ નકસલી હતા