Not Set/ 20-મેગાપિક્સલ ફ્રન્ટ કૅમેરા અને 6 ઇંચ ડિસ્પ્લે સાથે Oppo F5 ફોન લોન્ચ, જલ્દી જ ભારતમાં આવશે

ફિલિપાઈન્સમાં યોજાયેલી એક ઇવેન્ટમાં Oppo એ પોતાનો લેટેસ્ટ સેલ્ફી એક્સપર્ટ સ્માર્ટફોન Oppo F5 લોન્ચ કરી દીધો છે. Oppo F5ની સૌથી મોટી ખાસ બાબત એ છે કે આ ફોનમાં આપવામાં આવેલ 18:9 આસ્પેક્ટ રેશિઓ વાળો ફુલ્લ એચડી + સાથે ડિસ્પ્લે પણ છે. ઉપરાંત આ સ્માર્ટફોન પાસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. Oppo F5 યુનિબોડી […]

Tech & Auto
OPPO F5

ફિલિપાઈન્સમાં યોજાયેલી એક ઇવેન્ટમાં Oppo એ પોતાનો લેટેસ્ટ સેલ્ફી એક્સપર્ટ સ્માર્ટફોન Oppo F5 લોન્ચ કરી દીધો છે. Oppo F5ની સૌથી મોટી ખાસ બાબત એ છે કે આ ફોનમાં આપવામાં આવેલ 18:9 આસ્પેક્ટ રેશિઓ વાળો ફુલ્લ એચડી + સાથે ડિસ્પ્લે પણ છે. ઉપરાંત આ સ્માર્ટફોન પાસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. Oppo F5 યુનિબોડી મેટલ ડિઝાઇન સાથે લોન્ચ કરવામાં આવ્યો છે . તમને જણાવશું કે Oppo એ પહેલાથી જ સ્પષ્ટ કર્યું છે કે Oppo F5 ને 2 નવેમ્બરના રોજ ભારતમાં લોન્ચ કરવામાં આવશે.

Oppo F5ને 4 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વેરિઅંટ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે અને 4 જીબી રેમની કિંમત 15,990 ફિલિપાઈન પૈસા (આશરે 19,900 રૂપિયા) છે. આ 4 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વેરિઅંટ ફિલિપાઇન્સમાં 3 નવેમ્બર સુધી ફ્રી-ઓર્ડર સાથે ઉપલબ્ધ રહેશે. Oppo આ સ્માર્ટફોનને ગોલ્ડ અને કાળા કલર વેરિઅંટ સાથે રજુ કરવામાં આવશે અને 6 જીબી રેમ વેરિયન્ટ્સ સાથે લાલ કલર રજૂ કરવામાં આવશે. 4 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વર્ઝન સાથે 3 ઓક્ટોબરના રોજ ફિલિપાઇન્સમાં આ ફોન પ્રી ઓર્ડર માટે સાથે ઉપલબ્ધ રહેશે અને 4 નવેમ્બરના રોજથી આ ફોન નું વેચાણ શરૂ થશે. આ સ્માર્ટફોન રશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયાના બજારોમાં નવેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે.