Not Set/ રાજયમાં કોરોનાની સહાય માત્ર 10 દિવસમાં ચૂકવાશે

આ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. જેના બાદ ગુજરાત સરકારને આ આદેશ કરવાની ફરજ પડી છે.

Gujarat
Untitled 300 રાજયમાં કોરોનાની સહાય માત્ર 10 દિવસમાં ચૂકવાશે

    રાજયમાં કોરોના ની બીજી લહેર ભયાનક જોવા  ,મળી હતી. જેમાં લખો લોકો કોરોના સંકર્મિત થતાં મૃત્યુ  પામ્યા હતા . ત્યારે સરકાર દ્વારા   કોરોના માં જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય  તો તેમની સહાય માટે ની યોજના  બનવાઇ છે જેમાં  50,000ની સહાય કરવામાં  આવે છે . જે અંતર્ગત  જ ગુજરાત સરકારે ગુરુવારે મોડી રાત્રે આદેશ જારી કરીને કોરોનાને કારણે મૃત્યુ પામેલાઓના વારસદારને અરજીના માત્ર 10 દિવસમાં જ સહાયની ચૂકવણી કરી દેવાની સૂચના આપી છે . મહેસૂલ વિભાગે રાજ્યના તમામ કલેક્ટર સહિત સબંધિત સરકારી વિભાગોને આ આદેશ આપ્યો છે..

આદેશની સાથે જ એક ફોર્મ પણ ઇસ્યુ કરવામાં આવ્યું  છે . આ ફોર્મમાં માગવામાં આવેલી વિગતો મેળવીને માત્ર 10 દિવસમાં સહાયની ચૂકવણી કરવા જણાવાયું. સાથે જ પાટનગર ગાંધીનાગરના 61 કોરોના સહાય લાભાર્થીઓનુ લિસ્ટ પણ જાહેર કરાયુ છે. આ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. જેના બાદ ગુજરાત સરકારને આ આદેશ કરવાની ફરજ પડી છે.

આ પણ વાંચો ;પ્રહાર / બંધારણ દિવસે PM મોદીએ કોંગ્રેસ સહિત વિપક્ષ પર કર્યો પ્રહાર…

મહત્વનુ છે  કે  ગુજરાતમાં હવે કોરોના કેસ વધતાં  જોવા મળી રહ્યા છે . જેમાં  છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 31 કેસ નોંધાયા છે. અમેરિકા અને યુરોપના અન્ય દેશોમાં પણ કેસો વધતાં  જોવા મળી રહ્યા છે . સાથે સાથે ભારતમાં પણ કોરોના ફરીથી કોરોના કેસ વધતાં હોય તેવું જોવા  મળી રહ્યું છે .

કોરોનાના નવા વેરિઅન્ટને લઈ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુઁ છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ તમામ રાજ્યોને પત્રથી જાણ કરી છે. રાજ્યોના મુખ્ય સચિવ અને આરોગ્ય સચિવને પત્ર લખીને સાઉથ આફ્રિકામાં મળેલા નવા વેરિઅન્ટની માહિતી અપાઈ છે.

આ પણ વાંચો ;ગોધરા ટ્રેન કાંડ / ગોધરા કાંડના આરોપી હાજી બિલ્લાનું સારવાર દરમિયાન મોત