Cricket/ ભારત વિરુદ્ધ T20I સીરીઝમાંથી કેન વિલિયમસન બહાર, ટિમ સાઉથીને મળશે ટીમની કમાન

ન્યૂઝીલેન્ડનાં કેપ્ટન કેન વિલિયમસન T20I સીરીઝમાંથી બહાર થઈ ગયા છે અને તેમના સ્થાને ટિમ સાઉથી ટીમની કમાન સંભાળશે. આ પછી ટીમમાં વધારે ફેરફાર નહીં થાય.

Top Stories Sports
કેન વિલિયમસન

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ T20 વર્લ્ડકપમાં ફાઈનલ મેચમાં હાર બાદ ન્યૂઝીલેન્ડની ટીમ 3 T20 અને 2 ટેસ્ટ મેચની સીરીઝ માટે ભારત આવી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ફાઈનલ મેચમાં શાનદાર બેટિંગ કરનાર ન્યૂઝીલેન્ડનાં કેપ્ટન કેન વિલિયમસન T20I  સીરીઝથી બહાર થઇ ગયા છે.

કેન વિલિયમસન

આ પણ વાંચો – Cricket / હાર્દિક પંડ્યાની એક ભૂલ અને એરપોર્ટ પર કસ્ટમ વિભાગે જપ્ત કરી તેની કરોડોની ઘડિયાળ

આપને જણાવી દઇએ કે, વિરાટ કોહલીની કેપ્ટનશીપ છોડ્યા બાદ રોહિત શર્મા ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. બન્ને ટીમો વચ્ચે પ્રથમ T20 મેચ (ભારત vs ન્યૂઝીલેન્ડ સીરીઝ) 17 નવેમ્બરે જયપુરનાં સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. જો કે ન્યૂઝીલેન્ડનાં કેપ્ટન કેન વિલિયમસન T20I સીરીઝમાંથી બહાર થઈ ગયા છે અને તેમના સ્થાને ટિમ સાઉથી ટીમની કમાન સંભાળશે. આ પછી ટીમમાં વધારે ફેરફાર નહીં થાય. જો કે, ટીમનાં ખેલાડીઓ બાયો-બબલની અંદર હોવાથી થાકી ગયા હશે. પરંતુ કિવી કોચનું માનવું છે કે તેમની ટીમ તૈયાર છે. સવાઈ માનસિંહ સ્ટેડિયમની આ વિકેટ પર ઘણા રનની આશા રાખી શકાય છે. જો રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન (RCA)નાં અધિકારીઓ અને ગ્રાઉન્ડ સ્ટાફનું માનીએ તો જયપુરમાં પ્રથમ ઇનિંગમાં જ ઝાકળ પડી શકે છે, જે ટોસ જીતવાના ફાયદાને ઘણી હદ સુધી ઘટાડે છે. આ T20 મેચ છે, તેથી આ વિકેટ પર ઘણા રનની આશા રાખી શકાય છે. ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઈંગ ઈલેવન વિશે વાત કરીએ તો, ભારત સામે, ટીમ એ જ ખેલાડીઓ સાથે જઈ શકે છે, જેઓ T20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલ રમવા ગયા હતા.

આ પણ વાંચો – T20 World Cup / ICC એ ‘Team of the Tournament’ ની કરી જાહેરાત, એક પણ ભારતીય ખેલાડી નથી મેળવી શક્યા સ્થાન

માર્ટિન ગુપ્ટિલ અને ડેરિલ મિશેલ ટિમ સાઉથીની આગેવાની હેઠળની ટીમ માટે ઓપનિંગ કરતા જોવા મળશે. ત્રીજા નંબર પર વિલિયમસનની જગ્યાએ માર્ક ચેપમેનને તક મળી શકે છે. ગ્લેન ફિલિપ્સ ચોથા નંબર પર રમવા માટે આવશે. ટિમ સીફર્ટને પાંચમાં નંબર પર રમવાની તક મળી શકે છે. ઓલરાઉન્ડર જિમી નીશમ છઠ્ઠા નંબર પર બેટિંગ કરતો જોવા મળશે. તેણે વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ.

કેન વિલિયમસન

ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, ઈશાન કિશન, વેંકટેશ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, આર અશ્વિન, અક્ષર પટેલ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ.

ન્યૂઝીલેન્ડ: ટિમ સાઉથી (કેપ્ટન), ટોડ એસ્ટલ, ટ્રેન્ટ બોલ્ટ, માર્ક ચેપમેન, એડમ મિલ્ને, માર્ટિન ગુપ્ટિલ, કાયલ જેમ્સન, ડેરેલ મિશેલ, જીમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, ટિમ સેફર્ટ (વિકેટકીપર), ઈશ સોઢી.