ગુજરાત/ તહેવારો વચ્ચે રોગચાળો વકર્યો, રાજ્યમાં ડેન્ગ્યૂના કેસ વધ્યાં

ગુજરાતમાં ડેંગ્યુના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ગત વર્ષ કરતા આ વર્ષે ત્રણ ગણા કેસ નોંધાયા છે.

Gujarat Others
ડેંગ્યુએ તહેવારો વચ્ચે રોગચાળો વકર્યો, ગુજરાતમાં ડેન્ગ્યૂના કેસ વધ્યાં

એક તરફ કોરોનાના કહેરને કારણે હજુ પણ લોકોમાં ભય છે. ત્યારે બીજી તરફ આ દહેશતની વચ્ચે હવે ડેંગ્યુએ માથુ ઉચક્યું છે. તહેવારોની ઉજવણી વચ્ચે રોગચાળાએ માજા મુકી છે..

  • કોરોના વચ્ચે ડેન્ગ્યૂનો ડર
  • ગત વર્ષ કરતા ત્રણ ગણા કેસ

ગુજરાતમાં ડેંગ્યુના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ગત વર્ષ કરતા આ વર્ષે ત્રણ ગણા કેસ નોંધાયા છે. રાજકોટમાં વર્ષ 2019માં ડેન્ગ્યુના રેકોર્ડબ્રેક 1062 કેસો નોંધાયા હતા. જયારે ગત વર્ષે 2020માં કોરોના વાયરસની મહામારી જોવા મળી હતી. જેના કારણે લોકોની હાલત કફોડી જોવા મળી હતી. ત્યારે એક બાજુ કોરોના નબળો પડતા ડેન્ગ્યુએ માથુ ઉચક્યું છે. ગુજરાતમાં ડેન્ગ્યુના કેસો ગત વર્ષ એટલે કે 2020 માં માત્ર 62 નોંધાયા હતા. પરંતુ, હવે કોરોના હળવો થતા ડેન્ગ્યુને જાણે મોકળુ મેદાન મળ્યું હોય તેમ 31 ઓક્ટોબર સુધીમાં જ રાજકોટમાં 273 કેસો નોંધાઈ ચૂક્યા છે. જયારે કેટલાક કેસ મનપાના ચોપડે ચડતા ન હોવાનું પણ સામે આવી રહ્યું છે.

 

ડેન્ગ્યૂના લક્ષણો

  • 103 થી 105 સુધીનો તાવ રહે
  • સ્નાયુ,સાંધામાં દુખાવો થવો
  • માથાના આગળના ભાગે અને કમરમાં દુખાવો
  • ઓરી જેવા દાણાં શરીર પર નીકળે
  • ઉલ્ટી-ઉબકાં થાય
  • આંખના ડોળા પાછળ દુખાવો થાય
  • મોટાભાગનાને નબળાઈ, કળતરના લક્ષણો

દર્દીને એસ્પિરિન સિવાયની દર્દશામક દવા અપાય છે અને મુખ્ય બે સલાહ તબીબો અચૂક આપતા હોય છે. દર્દીએ મહત્તમ પ્રવાહી લેવું, પાણી પીવું, પૂરતો આરામ કરવો. આ સિવાય દુખાવો થાય તો તેની અને તાવ આવે તો પેરાસિટામોલ જેવી દવા જ અપાતી હોય છે. ગંભીર સ્થિતિમાં પણ લક્ષણો મૂજબ હોસ્પિટલમાં સારવાર કરાય છે.

કોરોના માટે રસી શોધાઈ ગઈ અને રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં 100 ટકાને અપાઈ ગઈ છે પરંતુ,ડેન્ગ્યુની કોઈ રસી હજુ શોધાઈ નથી. મચ્છર ન કરડે અને ઈમ્યુનિટી સારી રહે એ જ તેનો ઉપાય છે. નોંધપાત્ર એ છે કે ડેન્ગ્યુના મચ્છર દિવસે કરડતા હોય છે અને આ મચ્છર ઘરે, ઓફિસમાં વધુ વસતા હોય છે. ખુદ તબીબી સૂત્રો જણાવે છે કે વરસાદ પછીના બે માસ આ વાયરસ મહત્તમ પ્રસરતો હોય છે.

ક્રુઝ ડ્રગ્સ કેસ / વાનખેડેના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં કોર્ટે નવાબ મલિકને કહ્યું,…

મુંબઈ / અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધારી, જાણો કેમ ?

ભ્રષ્ટાચાર / રાફેલ ડીલમાં નવો ખુલાસોઃ વચેટિયાઓને કરોડોની લાંચ, ફ્રેન્ચ અખબારનો દાવો

પંઢરપુરને કેન્દ્રની ભેટ / PM મોદીએ બે હાઈવેનો શિલાન્યાસ કર્યો, ખેડૂતોને લઇ કહ્યું, …

યમુનામાં પ્રદુષણનો કહેર / યમુનાના હાલ થયા બેહાલ, નદીમાં ઝેરી ફીણની વચ્ચે છઠપૂજા મનાવવા મજબૂર