Not Set/ પેટમાં દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવવા, અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર..

પેટના દુખાવાનો ઘરેલુ ઉપચાર હરડે પણ છે. પલાળેલી હરડે સાથે સંચળ, અજમો અને પિપળીને પીસી લેવી. આ મિશ્રણને સવારે અને સાંજે હુંફાળા પાણી સાથે લેવું જોઈ. તેનાથી ગેસ, એસિડેટી જેવી તકલીફ દૂર થાય છે

Health & Fitness Lifestyle
Untitled 117 પેટમાં દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવવા, અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર..

સામાન્ય રીતે  પેટના  દુખાવાના ઘરેલુ ઉપચાર આમ તો ઘણા હોય છે પરંતુ પેટના દુખાવાની સમસ્યા ખૂબ સામાન્ય છે જે ક્યારેક નહીં તો ક્યારેક બધાને થાય છે. ગેસ, ઝાડા અને ઉલ્ટી જેવા ઘણા કારણો હોય છે જેના કારણે પેટમાં દુખાવો થાય છે. પેટમાં દુખાવો થવા પર સામાન્ય રીતે પેટ ચડી જવું, ચુક આવવી અને મરોડ આવવી જેવી તકલીફો થાય છે. જેના કારણે કોઈ વ્યક્તિ સારી રીતે કામ કરી શકતી નથી. પેટના દુખાવાના ડોકટરી ઈલાજ તો ઘણા બધા છે પરંતુ કેટલાક ઘરગથ્થુ ઉપચાર પણ સંભવ છે જેના કારણે પેટના દુખાવાથી છૂટકારો મેળવી શકાય છે. પેટના દુખાવામાં ઘરેલુ ઉપચારની જાણકારી નીચે દર્શાવ્યાનુસાર છે.

પેટના દુખાવાના લક્ષણો: પેટ ચડી જવું. મરોડ આવવી. ચુક આવવી. બળતરા થવી. પેટમાં ગુળગુળ થવું. પેશાબ કરતી વખતે પેટમાં દુખાવો.ઉલ્ટી,ઉબકા આવવા. ગેસ થવો.ખાટા ઓડકાર આવવા. પેટ ફુલી જવું. પેટમાં સોજો. તાવ આવવો.

Untitled 118 પેટમાં દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવવા, અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર..

પેટના દુખાવાના કારણો: વધારે પડતો ખોરાક લેવો. વધારે પાણી પી લેવું.લાંબા સમય સુધી પેટ ખાલી રહેવું.જમ્યા પછી તુરંત ઝડપથી ચાલવું કે દોડવું.તેલ કે મસાલેદાર ખોરાક. માંસ ખાવું.મહિલાઓમાં માસિક ધર્મ. વાસી ખોરાક ખાવો. ગેસની સમસ્યા.એસિડિટી.કિડની સ્ટોન.હર્નિયા.

ઘરગથ્થુ ઉપચાર: પેટના દુખાવાના ઘરેલુ ઉપચારમાં અજમો ઉત્તમ છે . અજમો ગેસના કારણે થતા પેટના દુખાવાને દુર કરે છે. અજમાનું ચૂર્ણ અથવા આખા અજમા પણ હુંફાળા પાણી સાથે લઈ શકાય છે. તેનાથી ગેસ દૂર થાય છે અને પેટનો દુખાવો મટે છે. ફુદીનો પણ પેટનો દુખાવો મટાડે છે. ફુદીનામાં એંટીઓક્સીડેંટ અને એન્ટી ઈફ્લેમેટરી ગુણ હોય છે. જે પેટનો દુખાવો મટાડે છે. ફુદીનાના રસનું સેવન પાણી અથવા મધ અથવા તો લીંબૂ સાથે કરી શકો છો.

Untitled 119 પેટમાં દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવવા, અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર..

લસણ પણ ગેસને દૂર કરે છે અને પેટના દુખાવાથી રાહત આપે છે. લસણમાં એવા તત્વ હોય છે જે ઠંડીની સીઝનમાં થતા પેટના દુખાવાને દૂર કરે છે. લસણના રસમાં થોડુ પાણી ઉમેરી પીવાથી પેટનો દુખાવો અને ગેસ દુર થાય છે. પેટનો દુખાવો દૂર કરવામાં સંચળ પણ લાભકારી છે. સંચળનું સેવન કરવાથી પણ પેટનો દુખાવો દૂર થાય છે. સંચળમાં સૂંઢ, હીંગ અને અજમો ઉમેરી ચૂર્ણ બનાવો. આ ચૂર્ણને સવારે અને સાંજે લેવાથી પેટનો દુખાવો દૂર થાય છે.

પેટના દુખાવામાં દશમૂલારિષ્ટ પણ લાભકારી હોય છે. પેટનો દુખાવો થાય ત્યારે સવારે અને સાંજે દશમૂલારિષ્ટનું સેવન કરવું જોઈએ તેનાથી લાભ થાય છે. આ સિવાય મહિલાઓ માસિક ધર્મ દરમિયાન થતા દુખાવાથી રાહત મેળવવા માટે ગરમ પાણી સાથે તેને પી શકે છે. પેટના દુખાવાથી તુરંત રાહત જોઈતી હોય તો એલોવેરા જ્યૂસ લાભકારી હોય છે.

Untitled 120 પેટમાં દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવવા, અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર..

ગેસ, કબજિયાત, ડાયેરિયા થવા પર એલોવેરા જ્યૂસ પીવું જોઈએ. રોજ અડધો કપ એલોવેરા જ્યૂસ પીવાથી પેટ સાફ આવે છે અને બળતરા પણ દૂર થાય છે. પેટના દુખાવાનો ઘરેલુ ઉપચાર હરડે પણ છે. પલાળેલી હરડે સાથે સંચળ, અજમો અને પિપળીને પીસી લેવી. આ મિશ્રણને સવારે અને સાંજે હુંફાળા પાણી સાથે લેવું જોઈ. તેનાથી ગેસ, એસિડેટી જેવી તકલીફ દૂર થાય છે.