America/ એક જ વરસાદમાં વિશ્વના ટોચના શહેરની હેકડી નીકળી ગઈ! જુઓ વીડિયો

અમેરિકાના પ્રમુખ શહેર ન્યૂયોર્કમાં વરસાદ અને પૂરના કારણે હાહાકાર મચી ગયો છે.

Top Stories
Mantavyanews 2023 09 30T105627.399 એક જ વરસાદમાં વિશ્વના ટોચના શહેરની હેકડી નીકળી ગઈ! જુઓ વીડિયો

અમેરિકાના પ્રમુખ શહેર ન્યૂયોર્કમાં વરસાદ અને પૂરના કારણે હાહાકાર મચી ગયો છે. ન્યૂયોર્કમાં મુશળધાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે અને સ્થિતિ એટલી ભયાનક બની ગઈ છે કે હવે ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે આજે ભારે વરસાદને કારણે શહેરમાં અચાનક પૂર આવતાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. વરસાદના કારણે રસ્તાઓ અને સબવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ચારેબાજુ પાણી ભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.વિશ્વના ટોચના ગણતા શહેરો હંમેશા પોતાની વ્યવસ્થા પર ગર્વલેતા હોય છે,ત્રીજા વિશ્વના દેશોની મજાક કરતા હોય છે. પરંતુ કુદરતની કારી આગળ ટોચના શહેરની હેકડી નીકળી ગઈ હોય તેવુ સામે આવ્યું હતું.

નેશનલ વેધર સર્વિસે શુક્રવારે સવાર સુધીમાં કેટલાક વિસ્તારોમાં 2 ઈંચ કરતાં વધુ વરસાદની જાણ કરી હતી, યુએસ મીડિયા અનુસાર, આગામી કલાકોમાં ભારે વરસાદની અપેક્ષા છે. શહેરની જાહેર પરિવહન વ્યવસ્થા પડી ભાંગી છે અને રસ્તાઓ અને હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકો માટે ચાલવું મુશ્કેલ બન્યું છે. સ્થિતિ કેટલી વિકટ છે તે વીડિયોમાં જોઈ શકાય છે.

આટલું જ નહીં, ન્યૂયોર્ક સિટીની સબવે સિસ્ટમ પણ બંધ થઈ ગઈ છે અને શુક્રવારે લાગાર્ડિયા એરપોર્ટનું ઓછામાં ઓછું એક ટર્મિનલ બંધ કરી દેવામાં આવ્યું હતું. સબવે વિભાગે એક નિવેદન બહાર પાડીને શહેરના રહેવાસીઓને મર્યાદિત ટ્રેન કનેક્ટિવિટી અંગે ચેતવણી આપી છે. એટલું જ નહીં, ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે તમામ ન્યૂ યોર્કવાસીઓને હવામાનના અપડેટ્સ જોવા અને સાવચેતી રાખવા વિનંતી કરી છે.

ન્યૂયોર્ક સિટીની સબવે સિસ્ટમ પણ બંધ થઈ ગઈ છે અને શુક્રવારે લાગાર્ડિયા એરપોર્ટનું ઓછામાં ઓછું એક ટર્મિનલ બંધ કરી દેવામાં આવ્યું હતું. સબવે વિભાગે એક નિવેદન બહાર પાડીને શહેરના રહેવાસીઓને મર્યાદિત ટ્રેન કનેક્ટિવિટી અંગે ચેતવણી આપી છે. એટલું જ નહીં, ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે તમામ ન્યૂ યોર્કવાસીઓને હવામાનના અપડેટ્સ જોવા અને સાવચેતી રાખવા વિનંતી કરી છે.

ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે ટ્વીટ કર્યું કે, ‘હું ન્યૂયોર્ક સિટી, લોંગ આઈલેન્ડ અને હડસન વેલીમાં આખા વિસ્તારમાં થઈ રહેલા અતિશય વરસાદને કારણે કટોકટીની સ્થિતિ જાહેર કરું છું. કૃપા કરીને સુરક્ષિત રહેવા માટે પગલાં લો અને યાદ રાખો કે ક્યારેય પૂરવાળા રસ્તાઓ પર મુસાફરી કરવાનો પ્રયાસ ન કરો.

આ પણ વાંચો: RBI/ ₹2000ની નોટો બદલવાની ડેડલાઈન લંબાવાઈ તેવી શક્યતા!

આ પણ વાંચો: Lok Sabha Elections/ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું મોટું એલાન,”ન તો હું પોસ્ટર લગાવીશ, ન તો કોઈને ચા પીવડાવીશ”

આ પણ વાંચો: America/ ભારતમાં લઘુમતીઓ સાથે ભેદભાવના આરોપથી એસ.જયશંકર ગુસ્સે થયા, જાણો શું કહ્યું…