Not Set/ જાણો, ક્યાં મળી આવ્યા બે હજારથી વધુ મૃત મરઘા, ગંદકી અને દુર્ગધથી લોકા ત્રાહીમામ પોકારી ઉઠયા

દેશભરમાં એક તરફ કોરોના મહામારીએ સતત વાયુવેગ ફેલાઈ રહી છે. ત્યારે દિન પ્રતિદિન કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહયો છે. 

Top Stories Gujarat Surat
A 128 જાણો, ક્યાં મળી આવ્યા બે હજારથી વધુ મૃત મરઘા, ગંદકી અને દુર્ગધથી લોકા ત્રાહીમામ પોકારી ઉઠયા

દેશભરમાં એક તરફ કોરોના મહામારીએ સતત વાયુવેગ ફેલાઈ રહી છે. ત્યારે દિન પ્રતિદિન કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહયો છે. આવામાં ધનસુરા તાલુકાના કોલવડાથી હમીરપુર રોડ પાસેના ખાડામાંથી અંદાજીત બે હજારથી વધુ મૃત મરઘા ઠાલવી જતાં લોકોમાં આક્રોશ ફેલાયો હતો. આ મૃત મરઘાનો જથ્થો કોઈ પોલ્ટ્રીફાર્મનો સંચાલક કે ૫છી અન્ય વ્યક્તિઓ ફરાર થઈ જતાં લોકોમાં ફફડાટ જોવા મળી રહયો છે. ગંદકી અને દુર્ગધથી લોકા ત્રાહીમામ પોકારી ઉઠયા છે. રોગચાળાની દહેશત સેવાઈ રહી છે. ત્યારે યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

આપને જણાવીએ કે, મોડાસાના ભેરુંડા રોડ અને ધનસુરાના કોલવડા સુધી પોલ્ટ્રી ફાર્મના માલિક દ્વારા બે દિવસ અગાઉ કોલવડા પંચાયતના હમીરપુરની સીમમાં ખુલ્લી જગ્યામાં 2હજાર જેટલા મૃત હાલતમાં મરઘા ફેંકતા લોકોમાં બર્ડફ્લૂ ફાટી નીકળવાની દહેશત ફેલાતાં સ્થાનિકોએ પંચાયત સત્તાવાળાઓને ફરિયાદ કરતાં પંચાયત સત્તાવાળાઓ દ્વારા તપાસ હાથ ધરીને સ્થળ પર પંચનામું કરી પોલ્ટ્રી ફાર્મના માલિકને નોટિસ ફટકારવા કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આ પણ વાંચો : વડોદરામાં લગ્ન સમારોહમાં પહોંચી અભિનેત્રી મમતા સોની, ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

આ અંગે કોલવડા ગ્રામ પંચાયત દ્વારા ગંદકી ફેલાવવા બાબતે પોલ્ટ્રીફાર્મના માલિકને મૃત મરઘાને બહાર ખુલ્લી જગ્યામાં નાખવામાં આવેલ છે. જેનો યોગ્ય નિકાલ કરવામાં આવેલો નથી.જેથી ગંદકી તથા રોગચાળો ફેલાઈ શકે તેમ છે.

તથા તેનો યોગ્ય નિકાલ કરવા માટે કોલવડા ગ્રામ પંચાયતે પોલ્ટ્રીફાર્મના માલીકને નોટીસથી જાણ કરવામાં આવી હતી. કોરોના કહેર વચ્ચે બર્ડફલુની દહેશત સામે ૨ હજારથી વધુ મૃત મરઘા મળી આવતાં સંકટ ઘેરાયું છે.

આ પણ વાંચો :સિવિલ હોસ્પિટલની કોરોના ડેડિકેટેડ માટે 1200 બેડ હોસ્પિટલમાં કાર્યરત છે હેલ્પ ડેસ્ક

આ અંગે જિલ્લા પશુપાલન વિભાગના નાયબ અધિકારી કવેશ પટેલે જણાવ્યું કે પશુપાલનની ટીમે સ્થળની મુલાકાત કરી મૃત મરઘાઓના નિકાલ માટે કાર્યવાહી હાથ ધરી હતી અને રોગચાળો ન ફેલાય તે માટે પણ દવાનો છંટકાવ કરાયો હતો. ઉપરાંત મૃત મરઘા ફેંકનારના માલિક ની તપાસ હાથ ધરાઇ હોવાનું પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો :છેલ્લા ત્રણ વર્ષમાં દહેજના કારણે 123 યુવતિની આત્મહત્યા

આ પણ વાંચો :વેક્સિનના કારણે સંક્રમણની માત્રા ઓછી રહે છે, કોરોનાનો બીજો તબક્કો વધારે ખતરનાક : ટાસ્ક ફોર્સના તબીબોની