હડતાલ/ ભરૂચ સિવિલ હોસ્પિટલના આઉટસોર્સિંગના કર્મચારીઓને પગાર ન મળતો હોવાના આક્ષેપ સાથે પાંચ દિવસથી હડતાળ ઉપર

પૂરે પૂરો પગાર નહીં મળે ત્યાં સુધી આંદોલન યથાવત રાખવાની ચીમકી

Gujarat Others
WhatsApp Image 2021 03 16 at 6.22.05 PM ભરૂચ સિવિલ હોસ્પિટલના આઉટસોર્સિંગના કર્મચારીઓને પગાર ન મળતો હોવાના આક્ષેપ સાથે પાંચ દિવસથી હડતાળ ઉપર

મુનિર પઠાન, મંતવ્ય ન્યુઝ-ભરૂચ

ભરૂચ જિલ્લામાં તાજેતરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને કોરોનાની મહામારી વચ્ચે પણ વિવિધ હોસ્પિટલોમાં કામ કરતા કર્મચારીઓની હાલત કફોડી બની છે જેમાં ખાસ કરીને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગના કર્મચારીઓને છેલ્લા બે મહિનાથી પગાર આપવામાં આવ્યો ન હોવાના કારણે કેટલાય સફાઈ કર્મચારીઓ એ આખરે સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં જ આંદોલનનું રણશીંગુ ફુંક્યું હતું પાંચ દિવસથી હડતાલ ઉપર હોવા છતાં સિવિલ સત્તાધીશો આઉટસોર્સિંગના કર્મચારીઓની સમસ્યાનો હલ લાવવામાં સદંતર નિષ્ફળ નિવડી રહ્યા છે

WhatsApp Image 2021 03 16 at 6.22.05 PM 1 ભરૂચ સિવિલ હોસ્પિટલના આઉટસોર્સિંગના કર્મચારીઓને પગાર ન મળતો હોવાના આક્ષેપ સાથે પાંચ દિવસથી હડતાળ ઉપર

ભરૂચ સિવિલ હોસ્પિટલ સરકારી કે ખાનગી કરણ થયું છે તે વાતને લઇને છેલ્લા ઘણા સમયથી વિવાદ છંછેડાયો છે અને આ વચ્ચે પણ સિવિલ હોસ્પિટલમાં કામ કરી રહેલા કર્મચારીઓની હાલત સૌથી વધુ કફોડી બની રહી છે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરી રહેલા આઉટસોર્સિંગના કર્મચારીઓને છેલ્લા બે મહિનાથી પગાર ચૂકવવામાં ન આવતા કર્મચારીઓને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ફાંફા પડી ગયા છે આઉટસોર્સિંગના કર્મચારીઓએ નિયમિત પગારની માગણી સાથે બાકી પડતા બે મહિનાના પગાર વહેલી તકે ચૂકવી આપે જ્યાં સુધી પગાર નહીં ત્યાં સુધી કામ નહીં તેવા સૂત્ર સાથે ભરૂચ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આઉટસોર્સિંગ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે જેને આજે પાંચ દિવસ થવા છતાં પણ સિવિલ સત્તાધીશોના પેટનું પાણી હાલતું નથી અને સિવિલ હોસ્પિટલમાં ઠેક ઠેકાણેગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળી રહ્યા છે તે તરફ એવી મહામારી ચાલી રહી છે અને તેમાંય ખાસ કરી પોતાના પરિવારની ચિંતા કર્યા વિના હોસ્પિટલમાં કામ કરી રહેલા કર્મચારીઓને નિયમિત પગાર ન મળતા આઉટસોર્સિંગ કર્મચારીઓ ભારે રોષે ભરાયા છે ત્યારે વહેલી તકે તેઓને પગાર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે પાંચમા દિવસે પણ હડતાળ યથાવત રહી છે.