Ahmedabad -PG/ પેઈંગ ગેસ્ટ મામલે માથાકૂટ, રહેવાસીઓ પરેશાન, તો PG તરીકે રહેવું એ મજબૂરી

અમદાવાદ અગ્રેસર બની રહ્યું છે. શહેર વિકસિત થવા સાથે PG મામલે રહેવાસીઓ પરેશાન થઈ રહ્યા છે.

Top Stories Gujarat
Beginners guide to 2024 04 11T140611.755 પેઈંગ ગેસ્ટ મામલે માથાકૂટ, રહેવાસીઓ પરેશાન, તો PG તરીકે રહેવું એ મજબૂરી

અમદાવાદ અગ્રેસર બની રહ્યું છે. શહેર વિકસિત થવા સાથે PG મામલે રહેવાસીઓ પરેશાન થઈ રહ્યા છે. હાલમાં PG એક મોટી સમસ્યા બની છે. રાજ્યભરમાં વિદ્યાર્થીઓ નોકરી અને અભ્યાસ માટે અમદાવાદ આવતા હોય છે. તમામની પ્રથમ પસંદ પેઇંગ ગેસ્ટ (PG)તરીકે રહેવાની હોય છે. કારણ કે PGમાં રહેવાથી આર્થિક રીતે વધુ લાભ થાય છે. અમદાવાદ PGનો રાફડો ફાટ્યો છે. વિદ્યાર્થી હોય કો નોકરિયાત તેઓ પોતાની જરૂરીયાતો પૂર્ણ કરવા PGમાં રહેવુ વધુ પસંદ કરી રહ્યા છે.

શહેરમાં PG માટે લેવાતા ભાડા વિસ્તાર મુજબ અલગ-અલગ હોય છે. PG માટે 5 હજાર રૂપિયાથી લઈને 20 હજાર રૂપિયા દર મહિને લેવાતા હોય છે. શહેરમાં મોટી સોસાયટી હોય કે પછી ફલેટ તમામ વિસ્તારોમાં લોકો હવે પોતાના મકાનોમાં પેઈંગ ગેસ્ટ રાખવા લાગ્યા છે. PG રાખવું અનેક વખત મોટી સમસ્યા પણ બને છે. કારણ કે PGમાં રહેતા યુવક-યુવતીઓ એકલા રહેતા હોવાથી બેફામ વર્તન કરતા હોવાની સોસાયટીના અન્ય લોકો ફરીયાદ કરવા લાગ્યા છે. થોડા દિવસ પહેલા બોડકદેવની એક સોસાયટીના રહીશોનો આરોપ છે કે PGના કારણે અનેક સામાજિક પ્રશ્નો ઉભા થયા છે. રહીશોનું માનવું છે કે રહેણાંક વિસ્તારોમાં PG બંધ થવા જોઈએ. સોસાયટીના રહીશોનું માનવું છે કે PG એક મોટો Problem છે. એક રીતે કહી શકાય કે PG ન્યૂસન્સ છે કારણ કે છોકરા-છોકરીઓ મોડી રાત સુધી જાગે છે અને તેમના ત્યાં અનેક લોકો કામના બહાને અવર-જવર કરતા હોય છે.

થોડા દિવસ પહેલા TRPમોલમાં આગ લાગી હતી. આગ લાગવાની ઘટનામાં મોલમાં PG ચાલતું હોવાનું સામે આવ્યા બાદ તેને બંધ કરવામાં આવ્યું. કારણ કે ક્યારે પણ કોમર્સિયલ કોમ્પ્લેક્સમાં PGને મંજૂરી મળી નથી. શહેરમાં PG તરીકે રહેતા યુવાનો અને યુવતીઓ પોતાના માટે આને મજબૂરી ગણાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને રોજગાર માટે આવેલા લોકો શહેરમાં પોતાના બજેટ અને સગવડતાને ધ્યાનમાં રાખી PGમાં રહેવું વધુ પસંદ કરે છે. જો કે ટીઆરપી મોલ ઘટના બાદ શહેરમાં અનેક સ્થાનો પર PGને લઈને વિવાદ જોવા મળ્યો છે. શહેરમાં PG નું ન્યુસન્સ વધતા અનેક સોસાયટીઓ અને ફલેટમાં PG Not Allowedના બેનરો લગાવવામાં આવ્યા છે. આ મામલે હવે રહીશો પણ માંગ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કોંગ્રેસ નેતા નાના પટોલેની કાર સાથે ટ્રક અથડાતા સર્જાયો ભયંકર અકસ્માત, ‘ઇરાદાપૂર્વક’ ટક્કરનો આક્ષેપ

આ પણ વાંચો: હરિયાણામાં સ્કૂલ બસ પલટી જતાં 5 બાળકોના મોત, 15થી વધુ લોકો ઘાયલ

આ પણ વાંચો: PM મોદીએ ચીન પર કહી મોટી વાત, સૌહાર્દપૂર્ણ સંબંધો ભારત સહિત વિશ્વ માટે પણ મહત્વના