જવાબ/ ઓવૈસીનો સણસણતો સવાલ : શું માત્ર ગરીબ મુસલમાનોને જ સજા?

ઓવૈસી એ ટ્વિટના માધ્યમથી કહ્યું કે, બીજેપીએ ગરીબો સામે જંગનું એલાન કર્યું છે. બીજેપી અતિક્રમણના નામે દિલ્હીમાં લોકોના ઘરને તહેશ-નહેશ કરે છે.

Top Stories India
ઓવૈસી

દિલ્હીના જહાંગીરપૂરી હિંસા મામલે એઆઈએમઆઈએમના ચીફ અસરુદીન ઓવૈસી સતત કેન્દ્ર અને દિલ્હી સરકાર ઉપર નિશાન સાધી રહ્યા છે. જહાંગીરપૂરી ક્ષેત્રમાં ગેરકાયદેસર કબજા ઉપર બુલડોઝરથી કાર્યવાહીના નિર્ણયને લઈને સાંસદ ઓવૈસી એ ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને ‘બીજેપીની ગરીબો પર જંગનું એલાન’કરાર કર્યું અને આ મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ભૂમિકા પણ સંદિગ્ધ હોવાનું ઉચ્ચાર્યું હતું.

જહાંગીરપૂરી હિંસાને લઈને એઆઈએમઆઈએમના ચીફ અસરુદીન ઓવૈસીએ ટ્વિટના માધ્યમથી કહ્યું હતું કે, બીજેપીએ ગરીબો સામે જંગનું એલાન કર્યું છે. બીજેપી અતિક્રમણના નામે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની જેમ દિલ્હીમાં પણ સામાન્ય લોકોના ઘરને તહેશ-નહેશ કરવા જઈ રહી છે. કોઈ નોટીસ નહી, કોર્ટ જવાની તક પણ નહી, બસ ગરીબ મુસલમાનને જીવતા રહેવાની સજા આપવાની. સીમ અરવિંદ કેજરીવાલેન પણ તેને સંદિગ્ધ ભૂમિકા સ્પષ્ટ કરવી જોઈએ.

પોતાના અન્ય એક ટ્વિટ માં ઓવૈસીએ કહ્યું હતું કે, શુ દિલ્હી સરકારનું પીડબ્લ્યુડી આ રીતે વિધ્વંશ અભિયાનનો જ હિસ્સો છે? શું જહાંગીરપૂરીના લોકોએ આ રીતે વિશ્વાસવઘાત અને કાયરતા માટે જ તેમણે વોટ આપ્યો હો? તેમનું સતત એ જ કહેવાનું છે કે, ‘પોલીસ અમારા નિયંત્રણમાં નથી.’ તે બાબત અહી કામ કરશે નહી. ટ્વિટના અંતમાં સ્થિતિ ઉપર નિરાશા વ્યક્ત કરતાં ઓવૈશીએ કહ્યું હતું કે આ અત્યંત નિરાશાજનક છે. આ પહેલા પણ ઓવૈશી આ મામલે નિશાન સાધી ચૂક્યા છે. તેમણે 18 એપ્રિલે હિંસાને લઈને પેસકોન્ફરન્સમાં કહ્યું હતું કે દિલ્હી પોલીસના કમિશનર પોતે કહ્યું હતું કે જહાંગીરપુરીમાં જે જુલૂસ કાઢવામાં આવ્યું હતું તે શોભાયાત્રા પરમીશન વગર કાઢવામાં આવ્યું હતું. તો જ્યારે શોભાયાત્રા નીકળી ત્યારે પોલીસ ત્યાં શું કરી રહી હતી? પોલીસ તમાશો જોવા બેઠી હતી અને શોભાયાત્રામાં હથિયારોની જરૂર શું હતી?

સરકાર ઉપર હુમલો કરતાં ઓવૈસીએ કહ્યું હતું કે સાંપ્રદાયિક હિંસા તે સમયે જ થાય જ્યારે સરકાર ઈચ્છે. સરકાર ઈચ્છે નહી ત્યારે એવું કશું થઈ શકે નહી. તો અહી પણ સરકારે સાંપ્રદાયિક હિંસા થવા દીધી. સરકારની સામે કશું થઈ રહ્યું છે તેની પૂર્ણ જવાબદારી કેન્દ્રના નરેન્દ્ર મોદી ઉપર આવે છે. તેમણે આગળ પણ કહ્યું હતું કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આરોપનો આખો ટોપલો મુસલમાનો ઉપર ઢોળી દીધો. મુસાલમાનો દ્વારા પથ્થર ફેંકાયા હતા એવું નિવેદન આપતા તેને શરમ આવતી નથી? ચૂંટની સમયે તમે વોટ લઈ લો છો પણ તમારો અસલી ચહેરો ત્યારે સામે આવે છે જ્યારે આવે નાજુક ઘડી આવે.

આ પણ વાંચો : PM મોદીના ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ, આજે ગાંધીનગરમાં આયૂષ સમિટનું કરશે ઉદ્ઘાટન

મંતવ્ય