Not Set/ ૩૨ વર્ષીય ઓક્સફોર્ડની વિદ્યાર્થીનીએ પોતાની સાથે જ કરી નાખ્યા લગ્ન, વાંચો સમગ્ર મામલો

સામાન્ય રીતે છોકરીઓનું  ભણવાનું પૂરું થઇ ગયા બાદ તેના લગ્નની ચિંતા શરુ થઇ જતી હોય છે. લગ્ન માટે ઘરવાળા તરફથી ઘણો ફોર્સ કરવામાં આવે છે. લગ્નની વાતને લઈને દેશભરની દરેક મહિલાઓ મુશ્કેલીમાં છે. ૩૨ વર્ષીય ઓક્સફોર્ડની વિદ્યાર્થીએ લગ્નની વાતમાંથી છુટકારો મેળવવા માટે જે કરી બતાવ્યું છે તે સાંભળીને ચોકકસથી તમને ચોંકી જશો. જેમિમા નામની આ […]

World Trending
mrg ૩૨ વર્ષીય ઓક્સફોર્ડની વિદ્યાર્થીનીએ પોતાની સાથે જ કરી નાખ્યા લગ્ન, વાંચો સમગ્ર મામલો

સામાન્ય રીતે છોકરીઓનું  ભણવાનું પૂરું થઇ ગયા બાદ તેના લગ્નની ચિંતા શરુ થઇ જતી હોય છે. લગ્ન માટે ઘરવાળા તરફથી ઘણો ફોર્સ કરવામાં આવે છે. લગ્નની વાતને લઈને દેશભરની દરેક મહિલાઓ મુશ્કેલીમાં છે.

૩૨ વર્ષીય ઓક્સફોર્ડની વિદ્યાર્થીએ લગ્નની વાતમાંથી છુટકારો મેળવવા માટે જે કરી બતાવ્યું છે તે સાંભળીને ચોકકસથી તમને ચોંકી જશો.

જેમિમા નામની આ યુવતીએ હેરાનીમાં મૂકી દે તેવા લગ્ન કર્યા છે. સામાન્ય લગ્નની જેમ જેમિમાએ તેના મિત્રો અને નજીકના સંબધીને લગ્નનું આમંત્રણ આપ્યું  હતું. વેડિંગ ડ્રેસમાં જેમિમા ખુબ સુંદર લગતી હતી અને લગ્નનું ડેકોરેશન પણ જેમિમાની પસંદ પ્રમાણે જ કરવામાં આવ્યું હતું.

ડેઈલી મેઈલના સમાચાર મુજબ જેમિમા જયારે લગ્નની જગ્યા પર પહોચી ત્યારે તેણે બધાને આશ્ચર્યમાં  મૂકી દીધા હતા. આ લગ્નમાં કોઈ દુલ્હો જ નહતો.

જેમિમાએ ઓક્સફોર્ડ યુનિવર્સીટીમાં ભણવાનું  પૂરું કર્યા બાદ પોતાના સાથે જ લગ્ન કરી લીધા હતા. લગ્ન રીતરીવાજ મુજબ જ કર્યા હતા. એટલું જ  નહી પરંતુ જેમિમાની વિદાય પણ થઇ હતી જે દરેક ક્રિશ્ચિયન વેડિંગમાં થાય છે.

પોતાની સાથે જ લગ્ન કરવા બાબતે જેમિમાએ કહ્યું હતું કે પોતાની સાથે લગ્ન કરવાના મારા નિર્ણયના લીધે મારા પરિવારજનો અને મિત્રો નિરાશ થયા હતા. પરંતુ આ વાત પર મને કોઈ અફસોસ નથી આ નિર્ણય મારા માટે યોગ્ય હતો.

વધુમાં જેમિમાએ કહ્યું હતું કે તેના આ નિર્ણના લીધે તેના માતા-પિતા જરાય ખુશ નહતા. તેના પેરેન્ટ્સ યુગાન્ડામાં રહે છે.