Not Set/ #Live Update #પી.ચિદમ્બરમ : ઘરની દિવાલ કુદી CBI દ્વારા પ્રવેશ, કોંગ્રેસ કાર્યકરોનો વિરોધ

પી ચિદમ્બરમ લાઇવ અપડેટ્સ :CBI ની પાંચ ગાડીઓ હાલ પી. ચિદમ્બરમનાં ઘરે પહોંચી છે. મોટી સંખ્યામાં આધિકારીએ ચિદમ્બરમની ઘરપકડ કરવા ઘરે પહોંચી ગયા છે. પૂર્વ નાંણા મંત્રી પીય ચિદમ્બરમનો જોરાબાગમાં આવેલા નિવાસ સ્થાનનો ગેટ બંધ હોવાથી અધિકારીઓ ઘરની દિવાલ કુદી  અંદર પ્રવેશ કર્યો હતો.પૂર્વ નાંણામંત્રી સાથે આવુ અણ છાજતું વર્તન કરવા બદલ ત્યાં ઉપસ્થિત  કોંગ્રેસ […]

Top Stories India
1528800182 chidambaram appeared for qu #Live Update #પી.ચિદમ્બરમ : ઘરની દિવાલ કુદી CBI દ્વારા પ્રવેશ, કોંગ્રેસ કાર્યકરોનો વિરોધ
પી ચિદમ્બરમ લાઇવ અપડેટ્સ :CBI ની પાંચ ગાડીઓ હાલ પી. ચિદમ્બરમનાં ઘરે પહોંચી છે. મોટી સંખ્યામાં આધિકારીએ ચિદમ્બરમની ઘરપકડ કરવા ઘરે પહોંચી ગયા છે. પૂર્વ નાંણા મંત્રી પીય ચિદમ્બરમનો જોરાબાગમાં આવેલા નિવાસ સ્થાનનો ગેટ બંધ હોવાથી અધિકારીઓ ઘરની દિવાલ કુદી  અંદર પ્રવેશ કર્યો હતો.પૂર્વ નાંણામંત્રી સાથે આવુ અણ છાજતું વર્તન કરવા બદલ ત્યાં ઉપસ્થિત  કોંગ્રેસ કાર્યકરો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યા હતો.
pc1 #Live Update #પી.ચિદમ્બરમ : ઘરની દિવાલ કુદી CBI દ્વારા પ્રવેશ, કોંગ્રેસ કાર્યકરોનો વિરોધ
 CBI દ્વારા ચિદમ્બરમનાં ઘર પર કાલે પણ મોડી રાત્રે આ પ્રકારે આચાનક હલ્લો કરકવામાં આવ્યો હતો, તો આજે પણ ચિદમ્બરમ દ્વારા PC યોજ્યાની ગણતરીની ક્ષણોમાં આપ્રકારે દિવાલ ફાંદીને ઘરમાં પ્રવેશ કરી પુછપરછ કરવામાં આવી હોવાથી સામાન્ય માણસનાં મનમાં પણ સવાલ ઉઠી રહ્યા છે કે, આવુ કેમ શું પૂર્વ નાંણામંત્રી સાથે એવો એક ગુંડાછાપ જેવો વ્યવહાર ક્યાં સુધી વ્યાજબી છે.
pc #Live Update #પી.ચિદમ્બરમ : ઘરની દિવાલ કુદી CBI દ્વારા પ્રવેશ, કોંગ્રેસ કાર્યકરોનો વિરોધ
આ મામલે કાર્તિ ચિદમ્બરમે ટ્વીટ કર્યું છે કે “એજન્સીઓ દ્વારા ઘડવામાં આવેલું નાટક અને ભવ્યતા ફક્ત સનસનાટીભર્યા અને કેટલાકનાં વાયુવાદી આનંદને સંતોષવા માટે છે.”
જમ4 #Live Update #પી.ચિદમ્બરમ : ઘરની દિવાલ કુદી CBI દ્વારા પ્રવેશ, કોંગ્રેસ કાર્યકરોનો વિરોધ
અપને જણાવી દઇએ કે
INX મીડિયા કેસમાં આરોપોનો સામનો કરી રહેલા પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ મોડી સાંજે નાટકીય રીતે કોંગ્રેસના મુખ્યાલય પહોંચ્યા હતા અને દાવો કર્યો હતો કે તેઓ “કાયદાથી ભાગી રહ્યા નથી” અને તેમની સામે લાદવામાં આવ્યા છે અથવા કરવામાં આવેલા આક્ષેપો “ખોટા” છે.  તેમણે કોંગ્રેસના મુખ્ય મથકના મીડિયા હોલમાં પત્રકારોને સંબોધન કરતી વખતે આ દાવો કર્યો હતો.
PC દરમિયાન તેમની સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અહેમદ પટેલ, કપિલ સિબ્બલ, સલમાન ખુર્શીદ અને અભિષેક મનુ સિંઘવી પણ હાજર હતા. પત્રકારો સાથેની વાતચીત બાદ ચિદમ્બરમ રાજધાનીના શાંત વિસ્તાર જોરબાગ સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ ગઈરાત્રે તે જ નિવાસ સ્થાને તેમના નામે એક નોટિસ ચોંટાવી હતી. ચિદમ્બરમે પત્રકારોને કહ્યું, ” મને લાગે છે કે લોકશાહીનો પાયો આઝાદી છે. હું આઝાદી પસંદ કરું છું. તેમણે કહ્યું હતું કે છેલ્લા 27 કલાકમાં ઘણું બધું બન્યું હતું, જેની ઘણા લોકોને ચિંતા કરી હતી. તો ઘણા લોકોએ મૂંઝવણો પણ પેદા કરી હતી. ચિદમ્બરમે કહ્યું કે, મારા પર કોઈ ગુનાનો આરોપ નથી. આ કેસમાં મારા પરિવારના કોઈ સભ્ય પર આરોપ નથી.

 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.