Not Set/ પાટીદાર અનામત આંદોલન સમિતિ પાસની સૌરાષ્ટ્ર ઝોન કન્વીનરોની મિટિંગ

મોરબીથી 36 કી.મી. દૂર આમરણ – દુધઈ ગામ વચ્ચે આવેલી ફેક્ટરીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ “પાસ”ની સૌરાષ્ટ્ર ઝોન કન્વીનરોની મિટિંગ મળી ગઈ જેમાં મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ મિટિંગમાં હાર્દિક પટેલ હાજર રહ્યા ન હતા પરંતુ અમદાવાદ થી ગીતાબેન પટેલ, જયેશ પટેલ તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ઓખા મંડળ જિલ્લાના પાસ કન્વીનરો […]

Gujarat Others
paas પાટીદાર અનામત આંદોલન સમિતિ પાસની સૌરાષ્ટ્ર ઝોન કન્વીનરોની મિટિંગ
મોરબીથી 36 કી.મી. દૂર આમરણ – દુધઈ ગામ વચ્ચે આવેલી ફેક્ટરીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ “પાસ”ની સૌરાષ્ટ્ર ઝોન કન્વીનરોની મિટિંગ મળી ગઈ જેમાં મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ મિટિંગમાં હાર્દિક પટેલ હાજર રહ્યા ન હતા પરંતુ અમદાવાદ થી ગીતાબેન પટેલ, જયેશ પટેલ તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ઓખા મંડળ જિલ્લાના પાસ કન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા.
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી  છે અને જુદાજુદા રાજકીય પક્ષ લોકસભાની ચૂંટણી પુરજોશમાં તૈયારી કરી રહ્યા છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણી મા કેવું સ્ટેન્ડ રાખવું તે અંગેની રણનીતિ ઘડવા પાટીદાર અનામત આદોલન સમિતિ સૌરાષ્ટ્ર ઝોન દ્વારા મોરબીના આમરણ-દુધઈ રોડ ઉપર અગત્યની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં લોકસભાની ચૂંટણી સહિત વિવિધ પાસાઓની ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં પાસ દ્વારા અગાવ કરવામાં આવેલી માંગણીઓ અંગે આ મિટિંગ માં ઠરાવ કરવામાં આવ્યા હતા અને જે ઠરાવની માંગણીઓ સરકારમાં પહોંચાડવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે મુખ્ય માંગણીઓમાં અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ, તમામ આંદોલનકારીઓ ઉપરના કેસ પાછા ખેંચવા, શહીદ પરિવારોને સરકારી નોકરી અને આર્થિક સહાય આપી યોગ્ય ન્યાય આપવા, લોકસભાની ચૂંટણીમાં પાસનું સ્ટેન્ડ વગેરે મુદ્દે વિચાર વિમર્શ કરવામાં આવી છે .
જોકે લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે. ત્યારે પાસનું લોકસભાની ચૂંટણીમાં કેવું સ્ટેન્ડ રહેશે? તે મુદેની ચર્ચા વિચારણા કરી હતી પરંતુ લોકસભાની ચૂંટણીમાં પાટીદારોનો કઈ તરફ ઝોક રહેશે તે તો  ચૂંટણીના મતદાન થયા પછી રીઝલ્ટ આવ્યે ખબર પડશે તેવું મનાય રહ્યું છે.