Not Set/ પાકિસ્તાન/ બલુચિસ્તાનનાં ક્વેટામાં વિસ્ફોટ, 7નાં મોત-20 લોકો ઘાયલ

કહેવાયુ છે કે ઝેરીલા નાગને ઉછેરો તે તે એક દિવસ ઉછેનારને જ ડંખ મારે છે. પાકિસ્તાન અને આતંકવાદ નામ માત્રથી વિશ્વભરને ખ્યાલ આવી જાય છે કે, પાકિસ્તાન આતંકવાદનુ જનક છે અને પાકિસ્તાન દ્વારા જ આ ઝેરીલા નાગ તૈયાર કરવામાં આવ્યા છે અને તેને આશરો પણ આપવામાં આવેે છે. પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન છાતી ઠોકીને જાહેરમાં […]

Top Stories World
paki પાકિસ્તાન/ બલુચિસ્તાનનાં ક્વેટામાં વિસ્ફોટ, 7નાં મોત-20 લોકો ઘાયલ

કહેવાયુ છે કે ઝેરીલા નાગને ઉછેરો તે તે એક દિવસ ઉછેનારને જ ડંખ મારે છે. પાકિસ્તાન અને આતંકવાદ નામ માત્રથી વિશ્વભરને ખ્યાલ આવી જાય છે કે, પાકિસ્તાન આતંકવાદનુ જનક છે અને પાકિસ્તાન દ્વારા જ આ ઝેરીલા નાગ તૈયાર કરવામાં આવ્યા છે અને તેને આશરો પણ આપવામાં આવેે છે. પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન છાતી ઠોકીને જાહેરમાં એવું કહેવાતા જોવામાં આવ્યા છે કે, હવે પાકિસ્તાન આતંકીઓ માટે સુરક્ષીત ઘર નથી રહ્યું, પાકિસ્તાનનાં વડા પ્રધાનનું આ વિધાન પોતે જ સાબિતી આપી દે છે કે, “કદાચ હવે ન રહ્યું હોય(જો કે આવુ બીલકુલ નથી આજે પણ આતંકીઓનો સુરક્ષીત અડ્ડો જ છે પાકિસ્તાન) પરંતુ તે હતું ખરુ.” 

આ પણ વાંચો : પાકિસ્તાનનાં બલુચિસ્તાનમાં નમાઝ દરમિયાન મસ્જિદમાં શક્તિશાળી બોમ્બ વિસ્ફોટ, 15નાં મોત

આતંકને કોઇ ધર્મ હોતો નથી અને આ ઝેરીલા કોબ્રા ક્યારે તેનો ઉછેર કરનારને ડંખે તે કહી શકાય નહીં, હા તે વાત ચોક્કસ છે કે તે, ડંખે છે જરુર અને આવી જ અનુભૂતીઓ પાકિસ્તાન હાલ કરી રહ્યું છે. જી હા આજે ફરી એક વાર આતંકનાં જનક પાકિસ્તાનને આતંકીઓનાં ઝેરીલા ડંખનો સામનો કરવો પડી રહ્યો છે. આતંકીઓ દ્વારા ફરી એક વખત બ બલુચિસ્તાનનાં ક્વેટામાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો છે જેમાં 7 માસુમ નગરીકોનાં મોત નિપજ્યા છે અને 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આપને જણાવી દઇએ કે થોડા દિવસ પૂર્વે જ પાકિસ્તાનનાં બલુચિસ્તાન પ્રાંતમાં નમાઝ દરમિયાન એક મસ્જિદમાં એક શક્તિશાળી બોમ્બ ફાટ્યો હતો. શક્તિશાળી બોમ્બ વિસ્ફોટનાં કારણે નમાઝ અદા કરી રહેલા એક ઇમામ અને વરિષ્ઠ પોલીસ અધિકારી સહિત ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા હતા. આ વિસ્ફોટમાં 30 જેટલા અન્ય નમાઝી લોકો ઘાયલ થયા હતા.

ત્યારે કહી શકાય કે, પાકિસ્તાન માટે હાલ “હાથનાં કર્યા હૈયે વાગે” કહાવત યથાર્થ સાબિત થઇ રહી છે. જ્યારે આતંકનાં જનક તરીકે પાકિસ્તાનનો ચહેરો વિશ્વ આખું ઓળખી ચૂક્યું છે. ત્યારે પાકિસ્તાન દ્વારા જ પોષવામાં આવતા આતંકવાદે પાકિસ્તાનનાં જ લોકોને નિશાન બનાવવાનું શરુ કર્યું છે. જેહાદનાં નામે પોષવામાં આવેલા આતંકીઓ એટલા તો બે ખોફ અને તાકતવર થઇ ગયા છે કે, તે પાકિસ્તાનમાં જ અલ્લાહની બંદગીમાં નમાઝ અદા કરતા લોકોને મસ્જિદમાં જ બોમ્બથી ઉડાવી દેવા અને નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉડાવી દેવા જેવા અધમ કૃત્યો કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.