ચેતવણી/ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની પુત્રીની સગાઈમાં મહેમાનો માટે આ ખાસ તાકીદ…

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટો અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની પુત્રી બખ્તવાર ભુટ્ટો ઝરદારીની 27 નવેમ્બરે સગાઈ થવા જઈ રહી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન અને પૂર્વ રાષ્ટ્રપતિની પુત્રીની સગાઈ અમેરિકાના બિઝનેસમેન યુનુસ ચૌધરીના પુત્ર મહમૂદ ચૌધરી સાથે થવાની છે.

Top Stories World
GOLDEN MONGOOSE 14 પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની પુત્રીની સગાઈમાં મહેમાનો માટે આ ખાસ તાકીદ...

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટો અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની પુત્રી બખ્તવાર ભુટ્ટો ઝરદારીની 27 નવેમ્બરે સગાઈ થવા જઈ રહી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન અને પૂર્વ રાષ્ટ્રપતિની પુત્રીની સગાઈ અમેરિકાના બિઝનેસમેન યુનુસ ચૌધરીના પુત્ર મહમૂદ ચૌધરી સાથે થવાની છે.

પાકિસ્તાનમાં આ ખાસ પ્રસંગ માટે જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. લોકોને મોકલવામાં આવેલા આમંત્રણ કાર્ડમાં ખાસ જણાવવામાં આવ્યું છે જે, સગાઈના એક દિવસ પહેલા મહેમાનોએ તેમનો કોરોના વાયરસ ટેસ્ટ કરાવવો પડશે અને તેમનો રિપોર્ટ બિલાવલ હાઉસને મોકલવો પડશે.

અમેરિકા / બિડેને વિશ્વાસમાં લીધા વિના જ સાત દેશોની યાત્રાએ નીકળ્યા વિદ…

એક્સપ્રેસ ટ્રિબ્યુને જણાવ્યું હતું કે, સ્થળ પર કોરોનાની તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવશે. કોરોના રિપોર્ટ નેગેટિવ થયા પછી જ મહેમાનોને સગાઈસમારંભમાં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવશે. વધુમાં, મહેમાનોને આ કાર્યક્રમમાં કોઈ પણ ફોટો લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને તેમને સ્થળની અંદર મોબાઇલ ફોન લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

#Corona_Virus / અમેરિકામાં એક દિવસમાં 1.77 લાખ કેસ નોંધાયા, કુલ સંક્રમીતોનો …

પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના મીડિયા સેલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાર્ટી અધ્યક્ષ આસિફ અલી ઝરદારીએ જાહેરાત કરી છે કે તેઓ અને શહીદ બેનઝીર ભુટ્ટોની દીકરી બખ્તાવર ભુટ્ટો ઝરદારી 27 નવેમ્બરે મહમૂદ ચૌધરી સગાઈથી  જોડાશે. મહમૂદ ચૌધરી અમેરિકાના બિઝનેસમેન યુનુસ ચૌધરીનો પુત્ર છે. તેનો આખો પરિવાર અમેરિકામાં રહે છે.

જીવલેણ હુમલો / હાઈકોર્ટના વકીલ પર જીવલેણ હુમલો, અજાણ્યા શખ્સોએ ઢસડીને ઢોર મ…