Not Set/ પાકિસ્તાન વિશ્વકપ 1992નાં ઈતિહાસને એકવાર ફરી રચી શકે છે, જાણો શું છે કારણ

પાકિસ્તાને બુધવારે આઈસીસી વિશ્વકપ 2019માં એજબેસ્ટન મેદાન પર એકવાર ફરી ઈતિહાસને પુનરાવર્તિત કર્યો છે. વર્ષ 1992માં ન્યૂઝીલેન્ડની ટીમ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી નહોતી અને આખરે તેને પાકિસ્તાન સામે હારનો સ્વાદ ચાંખવો પડ્યો હતો. તેવુ જ કઇક બુધવારે જોવા મળ્યુ, જ્યા પાકિસ્તાને ન્યૂઝીલેન્ડની ટીમને કે જે આ ટૂર્નામેન્ટમાં અજેય રહી છે તેને છ વિકેટથી હરાવી […]

Top Stories Sports
241271 8559608 updates પાકિસ્તાન વિશ્વકપ 1992નાં ઈતિહાસને એકવાર ફરી રચી શકે છે, જાણો શું છે કારણ

પાકિસ્તાને બુધવારે આઈસીસી વિશ્વકપ 2019માં એજબેસ્ટન મેદાન પર એકવાર ફરી ઈતિહાસને પુનરાવર્તિત કર્યો છે. વર્ષ 1992માં ન્યૂઝીલેન્ડની ટીમ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી નહોતી અને આખરે તેને પાકિસ્તાન સામે હારનો સ્વાદ ચાંખવો પડ્યો હતો. તેવુ જ કઇક બુધવારે જોવા મળ્યુ, જ્યા પાકિસ્તાને ન્યૂઝીલેન્ડની ટીમને કે જે આ ટૂર્નામેન્ટમાં અજેય રહી છે તેને છ વિકેટથી હરાવી ટોપ 4 માં આવવાની તેની આશાને પણ જીવંત રાખી છે. ન્યૂઝીલેન્ડની ટીમને હરાવ્યા બાદ પાકિસ્તાનનાં ફેનને પણ લાગી રહ્યુ છે કે, તેમની ટીમ વર્ષ 1992માં રચાયેલા ઈતિહાસને એકવાર ફરી પુનરાવર્તિત કરી શકે છે.

ICC Cricket World Cup 2019 New Zealand vs Pakistan Match પાકિસ્તાન વિશ્વકપ 1992નાં ઈતિહાસને એકવાર ફરી રચી શકે છે, જાણો શું છે કારણ

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

પાકિસ્તન ટીમની વાત કરીએ તો તેના માટે ન્યૂઝીલેન્ડ સામે જીત ટૂર્નામેન્ટમાં બની રહેવા આવશ્યક હતી. જો કે પાકિસ્તાની ટીમ આ કરવામાં સફળ રહી છે. ન્યૂઝીલેન્ડને પાકિસ્તાન સામે ટૂર્નામેન્ટની પહેલી હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં કીવી ટીમ તરફથી જિમ્મી નીશમનાં નોટઆઉટ 97 અને કોલિન ટી ગ્રેંડહોમની 64 રનોની ઈંનિગ્સની મદદથી 50 ઓવરમાં છ વિકેટનાં નુકસાને 237 રન બનાવ્યા હતા. આ ટાર્ગેટને પાકિસ્તાનનાં બાબર આજમની નોટઆઉટ 101 અને હેરિસ સોહેલની 68 રનોની શાનદાર ઈંનિગ્સનાં દમ પર 49.1 ઓવરમાં ચાર વિકેટનાં નુકસાને હાંસિલ કર્યુ હતુ.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

પાકિસ્તાન 1992 અને 2019 વિશ્વકપનાં આંકડાઓ

પાકિસ્તાનનાં ફેન આ પણ તર્ક આપી રહ્યા છે કે 1992 વિશ્વકપમાં છઠ્ઠી મેચમાં જીતનાં નાયક આમિર સોહલ રહ્યા હતા. આ મેચમાં 48 રનથી જીત મેળવી હતી અને 2019 વિશ્વકપમાં પણ છઠ્ઠા મેચમાં પાકિસ્તાને 49 રનથી જીત હાંસિલ કરી છે. આ મેચનાં મેન ઓફ ધ મેચ રહેલા હારિસ સોહેલની સરનેમ પણ સોહેલ છે. તદઉપરાંત 1992માં પાકિસ્તાનને જ ન્યૂઝીલેન્ડનાં વિજય રથને રોક્યો હતો અને એકવાર ફરી તેણે અત્યાર સુધી અજેય રહેલી કીવી ટીમને ધૂલ ચટાડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.