Asia Cup/ ભારત સામે પાકિસ્તાન ઘૂંટણીયે,ઇન્ડિયાની ODI ઈતિહાસની સૌથી મોટી જીત,કુલદીપની પાંચ વિકેટ

પાકિસ્તાન સામે સુપર-4 મેચમાં 228 રનની મોટી જીત નોંધાવવાની સાથે ભારતીય ટીમે બે મહત્વના અંકો પણ મેળવ્યા છે

Top Stories Breaking News Sports
8 8 ભારત સામે પાકિસ્તાન ઘૂંટણીયે,ઇન્ડિયાની ODI ઈતિહાસની સૌથી મોટી જીત,કુલદીપની પાંચ વિકેટ

પાકિસ્તાન સામે સુપર-4 મેચમાં 228 રનની મોટી જીત નોંધાવવાની સાથે ભારતીય ટીમે બે મહત્વના અંકો પણ મેળવ્યા હતા. આ મેચમાં પાકિસ્તાનની ટીમને 357 રનનો ટાર્ગેટ મળ્યો હતો,  ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને પાકિસ્તાન ટીમની ઇનિંગ્સને માત્ર 128 રનમાં સમેટી દીધી. ભારત તરફથી કુલદીપ યાદવે 5 વિકેટ લીધી હતી.ભારતની આ વન-ડે મેચમાં સૌથી મોટી જીત હતી.

357 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની શરૂઆત સારી રહી ન હતી. ઈમામ ઉલ હક 9 રન અને કેપ્ટન બાબર આઝમે 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી વરસાદને કારણે મેચ એક કલાક માટે રોકાઈ ગઈ અને પછી જ્યારે શરૂઆત થઈ ત્યારે શાર્દુલે પહેલી જ ઓવરમાં મોહમ્મદ રિઝવાનને પેવેલિયન મોકલી દીધો. આ પછી કુલદીપ યાદવે ફખર જમાન (27), આગા સલમાન (23), શાદાબ ખાન (6), ઈફ્તિખાર અહેમદ (23) અને ફહીમ અશરફ (4)ને આઉટ કર્યા હતા. રનના મામલામાં પાકિસ્તાન સામે ભારતની આ સૌથી મોટી જીત છે.

આ પહેલા એશિયા કપની સુપર 4 મેચમાં પાકિસ્તાન સામે પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે વિરાટ કોહલી અને કેએલ રાહુલની સદીની મદદથી 50 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 356 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ અને વિરાટ કોહલી સદી ફટકારીને અણનમ પરત ફર્યા હતા. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદી અને શાદાબ ખાને 1-1 વિકેટ લીધી હતી. ભારત તરફથી વિરાટ કોહલીએ અણનમ 122 રન બનાવ્યા જ્યારે લોકેશ રાહુલે અણનમ 111 રન બનાવ્યા. શુભમન ગિલે 58 રન બનાવ્યા જ્યારે કેપ્ટન રોહિત શર્માએ 56 રન બનાવ્યા. ભારતે સોમવારે 24.1 ઓવરમાં 147/2ના ગઈકાલના સ્કોરથી આગળ 356 રન બનાવ્યા હતા. ભારતે સોમવારે રિઝર્વ ડે પર એક પણ વિકેટ ગુમાવી ન હતી અને 25.5 ઓવરમાં 209 રન બનાવ્યા હતા.