વિરોધ પ્રદર્શન/ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનનાં હસ્તક્ષેપ વચ્ચે કાબુલમાં ગુજ્યા ‘પાકિસ્તાન મુર્દાબાદ’ નાં નારા

અફઘાનિસ્તાન પર તાલિબાનોનાં કબ્જા બાદ અફઘાન નાગરિકો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ત્યાંના લોકો વહેલામાં વહેલી તકે દેશ છોડીને શરણાર્થી તરીકે અન્ય સુરક્ષિત દેશમાં જવા માંગે છે.

Top Stories World
1 143 અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનનાં હસ્તક્ષેપ વચ્ચે કાબુલમાં ગુજ્યા 'પાકિસ્તાન મુર્દાબાદ' નાં નારા

અફઘાનિસ્તાન પર તાલિબાનોનાં કબ્જા બાદ અફઘાન નાગરિકો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ત્યાંના લોકો વહેલામાં વહેલી તકે દેશ છોડીને શરણાર્થી તરીકે અન્ય સુરક્ષિત દેશમાં જવા માંગે છે, પરંતુ હવે પાકિસ્તાન તાલિબાન અને અફઘાનિસ્તાનનાં આંતરિક મુદ્દાઓ પર પોતાની રાજકીય રોટલી શેકી રહ્યું છે.

આ પણ વાંચો – અફઘાનિસ્તાન / ઇન્ટરનેટ અને નોકરીની લાલચ આપી યુવાનોને આકર્ષવામાં તાલીબાન સફળ

હવે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની હસ્તક્ષેપ સામે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. કાબુલમાં મહિલાઓએ ગત રાત્રીએ પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કર્યું હતુ અને પાકિસ્તાન મુર્દાબાદનાં નારા લગાવ્યા હતા. તેને તાલિબાનનાં અત્યાચાર અને પાકિસ્તાનની ઘૂસણખોરી સામે પ્રદર્શન તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે. જો કે મહિલાઓ છેલ્લા ઘણા દિવસોથી અફઘાનિસ્તાનનાં જુદા જુદા શહેરોમાં તેમના અધિકારો માટે પ્રદર્શન કરી રહી છે, પરંતુ કાબુલમાં પ્રથમ વખત રાત્રે દેખાવો થયા છે. આ પહેલા વિરોધ કરતી વખતે, આ લોકો કાબુલમાં પાકિસ્તાન દૂતાવાસ પણ પહોંચ્યા જ્યાં તેઓએ પાકિસ્તાન મુર્દાબાદનાં નારા લગાવ્યા. સમાચાર એજન્સી એએફપીનાં અહેવાલ અનુસાર, તાલિબાનોએ આ વિરોધ કરી રહેલા લોકોને વિખેરવા માટે ગોળીબાર પણ કર્યો છે. આપને જણાવી દઈએ કે, તાલિબાનોએ પંજશીરનું યુદ્ધ જીતીને સમગ્ર અફઘાનિસ્તાન પર કબ્જો જમાવવાનો દાવો કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તાલિબાનોએ પાકિસ્તાનની મદદથી આ યુદ્ધ જીતી લીધું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાની સૈનિકો તાલિબાન સાથે પંજશીરમાં રેઝિસ્ટન્સ ફોર્સ સામે લડ્યા છે. તાલિબાન ભલે પંજશીર જીતી લીધું હોવાનો દાવો કરી રહ્યું હોય, પરંતુ ત્યાં યુદ્ધ ચાલી રહ્યું હોવાના અહેવાલો સતત સામે આવી રહ્યા છે.

https://twitter.com/HeshmatAlavi/status/1434881068562219011?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1434881068562219011%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=about%3Asrcdoc

આ પણ વાંચો – અફઘાનિસ્તાન / તાલીબનીઓમાં સત્તાનો સંઘર્ષ ચરમસીમાએ, મુલ્લા અબ્દુલ ગની બરાદર ઘાયલ

મીડિયા અહેવાલો અનુસાર, કેટલાક લશ્કરી વિમાનોએ પંજશીરમાં તાલિબાનની જગ્યાઓ પર હુમલો કર્યો છે. આ વિમાનો કયા દેશનાં છે તે સ્પષ્ટ નથી. અગાઉ સોમવારે તાલિબાને કહ્યું હતું કે, તેણે પંજશીર પણ જીતી લીધું છે અને હવે સમગ્ર અફઘાનિસ્તાન તેના નિયંત્રણમાં છે. બીજી બાજુ, પ્રતિકાર દળે પણ હાર માની નથી. તાલિબાને પ્રતિરોધક દળનાં નેતા અહમદ મસૂદનું મીડિયા કવરેજ સ્થગિત કરી દીધું છે. અહમદ મસૂદનાં વીડિયો સંદેશ બાદ તાલિબાને મીડિયાને આ હુકમનામું આપ્યું છે, જેમાં મસૂદે તાલિબાન સામે પંજશીર તેમજ સમગ્ર અફઘાનિસ્તાનમાં યુદ્ધ ચલાવવાની અપીલ કરી છે. આપને જણાવી દઈએ કે, મસૂદે સોમવારે મીડિયાને મોકલેલા ઓડિયો સંદેશમાં અફઘાન લોકોને કહ્યું, ‘તમે દેશની અંદર હોવ કે બહાર, હું તમને લોકોને અપીલ કરું છું કે અફઘાનિસ્તાનની ગરિમા, સ્વતંત્રતા અને સમૃદ્ધિ માટે રાષ્ટ્રીય બળવો કરવાની અપીલ કરુ છુ.’