Pakistan Palturam/ શાહબાઝની પલ્ટીઃ પહેલા આર્ટિકલ 370 કાશ્મીરમાં લાવો પછી ભારત સાથે વાતચીત

ભારત સાથે શાંતિની વાતો કરનારા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે તેમની ટેવ મુજબ ફરી પાછી પલ્ટી મારી છે. તેણે જણાવ્યું હતું કે ભારત પહેલા કાશ્મીરમાં કલમ 370 લાગુ કરે પછી અમે વાતચીત કરીશું.

Top Stories India
Pakistan palturam
  • પાકિસ્તાન સરકાર પર હજી પણ કટ્ટરપંથીઓનો પ્રભાવ
  • વાતચીતનું નિવેદન કર્યાના 24 કલાક પૂરા થતાં પહેલા શાહબાઝે પલ્ટી મારવી પડી
  • પાકિસ્તાનની હાલત ગમે ત્યારે શ્રીલંકા જેવી થાય તેવી પરિસ્થિતિ

Pakistan palturam ભારત (India) સાથે શાંતિની વાતો કરનારા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે (Shahbaz sharif) તેમની ટેવ મુજબ ફરી પાછી પલ્ટી મારી છે. તેણે જણાવ્યું હતું કે ભારત પહેલા કાશ્મીરમાં કલમ 370 લાગુ કરે પછી અમે વાતચીત કરીશું. આમ તેનું આ નિવેદન સ્પષ્ટપણે ભારત સાથે સંબંધો સુધારવા નથી તેનો જ સંકેત આપે છે. પાકિસ્તાન પોતે હાલમાં ભૂખમરાની સ્થિતિમાં છે તો પણ આ વાત કરે છે.

આ બતાવે છે કે ભૂખમરો અને કંગાળપણાની સ્થિતિમાં પણ પાકિસ્તાન સરકાર પર કટ્ટરવાદીઓનો કેટલો પ્રભાવ છે. તેના લીધે શરીફે તેઓ ભારત સાથે વિના શરતે વાતચીત કરવા તૈયાર હોવાનું નિવેદન બદલવું પડ્યું છે.

આ પણ વાંચોઃ અમદાવાદ સહિત રાજ્યમાં કડકડતી ઠંડી, નલિયા સૌથી ઠંડુગાર, હવામાન વિભાગે કરી આ આગાહી

હાલમાં જ તેમની સાઉદી અરેબિયાની (Saudi Arabia) મુલાકાત ચર્ચામાં રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન તેણે ખુલ્લેઆમ લોનની માંગણી કરી હતી. પાકિસ્તાનનું સૌથી નજીકનું ચીન પણ તેની મદદ કરવાથી પાછળ પડી રહ્યું છે. આવી સ્થિતિમાં માત્ર ભારત જ તેને આ સમસ્યા દૂર કરવામાં મદદ કરી શકે છે. પરંતુ શરીફ માટે ભારત સાથે મિત્રતા બોજ બની શકે છે. આનાથી તેમને રાજકીય રીતે નુકસાન થઈ શકે છે. એટલા માટે તેમણે વાતચીતમાં કાશ્મીરનો મુદ્દો પણ સામેલ કર્યો છે.

વિદેશી મુદ્રા ભંડાર સમાપ્ત

પાકિસ્તાનની હાલત કફોડી છે. જો સ્થિતિ આવી જ રહી તો પાકિસ્તાનને શ્રીલંકાની જેમ સંઘર્ષ કરવો પડી શકે છે. પાકિસ્તાનની તિજોરી ખાલી છે, અહીં ફોરેન એક્સચેન્જ રિઝર્વ માત્ર $4.5 બિલિયન બચ્યું છે. તે જ સમયે, ભારત પાસે હાલમાં $600 બિલિયનનું વિદેશી મુદ્રા ભંડાર છે. જો પાકિસ્તાન મોટા સુધારા નહીં કરે તો અહીંના લોકો માટે આવનારો સમય વધુ મુશ્કેલ બની શકે છે.

આ પણ વાંચોઃ દિલ્હી સહિત ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી,હવામાન વિભાગે શું આપી ચેતવણી,જાણો

આ ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હવે પાકિસ્તાન PMO તરફથી એક નિવેદન સામે આવ્યું છે. આ નિવેદનથી શરીફના નિવેદનથી પલટાઈ ગયો છે. પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કાશ્મીર વિવાદનો ઉકેલ યુએનના ઠરાવ અને જમ્મુ-કાશ્મીરના લોકોની ભાવનાઓ અનુસાર હોવો જોઈએ. પીએમઓએ સ્પષ્ટ કહ્યું કે પીએમ શાહબાઝ કહે છે કે વાતચીત ત્યારે જ શક્ય બની શકે છે જ્યારે તેઓ કાશ્મીર પર 5 ઓગસ્ટ 2019ના નિર્ણયને પાછો ખેંચે. આ નિર્ણય પાછો ખેંચ્યા વિના વાતચીત શક્ય નહીં બને.

આ પણ વાંચોઃ

નેપાળ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારજનોને CM યોગી આદિત્યનાથે વળતર આપવાની કરી જાહેરાત

 UNએ 150 આતંકવાદીઓને કર્યા બ્લેક લિસ્ટ,ભારતે નિર્ણયને આવકાર્યો

નેપાળ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા મુસાફરોના મૃતદેહો પરિવારજનોને સોંપાયા