Not Set/ તો શું યુદ્ધ માટે તૈયારી કરી રહ્યુ છે પાકિસ્તાન? ભારતને ડરાવવા કર્યુ ગજનવી મિસાઈલનું પરીક્ષણ

પાકિસ્તાન સતત કાશ્મીર પ્રત્યે આક્રમક વલણ અપનાવી રહ્યું છે. આ જ ક્રમમાં, તેણે સપાટીતલથી સપાટી પર માર કરનાર ગજનવી મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ રાત્રે કરવામાં આવ્યું છે. ગજનવી મિસાઇલની રેન્જ 290 કિ.મી. સુધીની છે. પાકિસ્તાનનાં ડીજી આઈએસપીઆર એ આ મિસાઇલનાં સફળ પરીક્ષણ અંગે માહિતી આપતા ટ્વીટ કરી છે. આવા પરીક્ષણો ભારત-પાકિસ્તાનનાં સંબંધોમાં તણાવને […]

Top Stories World
images તો શું યુદ્ધ માટે તૈયારી કરી રહ્યુ છે પાકિસ્તાન? ભારતને ડરાવવા કર્યુ ગજનવી મિસાઈલનું પરીક્ષણ

પાકિસ્તાન સતત કાશ્મીર પ્રત્યે આક્રમક વલણ અપનાવી રહ્યું છે. આ જ ક્રમમાં, તેણે સપાટીતલથી સપાટી પર માર કરનાર ગજનવી મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ રાત્રે કરવામાં આવ્યું છે. ગજનવી મિસાઇલની રેન્જ 290 કિ.મી. સુધીની છે. પાકિસ્તાનનાં ડીજી આઈએસપીઆર એ આ મિસાઇલનાં સફળ પરીક્ષણ અંગે માહિતી આપતા ટ્વીટ કરી છે. આવા પરીક્ષણો ભારત-પાકિસ્તાનનાં સંબંધોમાં તણાવને વધુ તીવ્ર બનાવી શકે છે અને આર્થિક ગરબડમાંથી પસાર થઈ રહેલ પાકિસ્તાનની મુશ્કેલીઓને વધુ વેગ આપી શકે છે.

વારંવાર અણું યુદ્ધની ધમકીઓ આપતા પાકિસ્તાન દ્વારા આવી પરીક્ષણ જારી કરી ભારતને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની પ્રતિતિ થઇ રહી છે. અને કદાચ પાકિસ્તાન કોઇ અન્ય મિસાઇલ ટેસ્ટ કરીને તે પણ બતાવવા માંગતું હોય કે અમારી પાસે પણ આના કરતા પણ વધુ મિસાઇલ અને અણું બોમ્બ છે. તો ભારતે આ બધા પરીક્ષણો પહેલા જ કરી રાખ્યા છે, તે પાકિસ્તાને ભૂલવું ન જોઇએ અને તે પણ ભૂલવું ન જોઇએ કે હવે ભારત પહેલાનાં સમયની માફક કોઇ કરાર કરી કબજે કરેલી જમીન પાછી આતંકવાદનાં ઉછેર માટે સોંપે તેવો નબળો કે શરમાળ દેશ પણ રહ્યો નથી.

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદથી જ પાકિસ્તાનનાં પેટમાં દુખાવો શરૂ થઇ ગયો છે.  પાકિસ્તાનનાં વડા પ્રધાન ઈમરાન ખાન આ મુદ્દે દુનિયાભરનો પ્રવાસ કરી રહ્યા છે. દુનિયાનો કોઇ દેશ જ્યારે તેમની સાથે ઉભો ન રહ્યો ત્યારે એક માનસિક સ્થિતિ ગુમાવનાર શું કરી શકે તેવુ કાર્ય કરવાની તૈયારીમાં તે લાગી ગયુ છે. પાકિસ્તાનનાં આ પરીક્ષણ બાદ ભારતીય એજન્સીઓ હરકતમાં આવી ગઇ છે. જો યુદ્ધની પરિસ્થિતિ તરફ પાકિસ્તાન આગળ વધશે તો તેમા તેને મોટો ફટકો પડશે તે નિશ્ચિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.