Not Set/ દિલ્હી, મહારાષ્ટ્ર અને યુપીમાંથી 6 આતંકીઓની ધરપકડ, તેમાંથી 2 ને દાઉદના ભાઈએ બોમ્બ બનાવવાની આપી હતી તાલીમ

મલ્ટી-સ્ટેટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન આ આતંકીઓ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનથી પકડાયા હતા

Top Stories India
pubgi 15 દિલ્હી, મહારાષ્ટ્ર અને યુપીમાંથી 6 આતંકીઓની ધરપકડ, તેમાંથી 2 ને દાઉદના ભાઈએ બોમ્બ બનાવવાની આપી હતી તાલીમ

આવનારા તહેવારો દરમિયાન દેશમાં વિસ્ફોટ કરાવવાનું પાકિસ્તાની ષડયંત્રનો પર્દાફાશ થયો છે. દિલ્હી પોલીસે 6 આતંકીઓની ધરપકડ કરી છે અને તેમના કબજામાંથી વિસ્ફોટકો અને ઉચ્ચ ગુણવત્તાવાળા હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. પકડાયેલા બે આતંકીઓએ પાકિસ્તાનમાં બોમ્બ બનાવવાની તાલીમ લીધી હતી. પકડાયેલા આતંકવાદીઓ દાઉદ ઈબ્રાહિમના ભાઈ અનીસના કહેવા પર નવરાત્રિ અને રામલીલા દરમિયાન સિરિયલ બ્લાસ્ટ કરવા માંગતા હતા.

આતંકવાદીઓનું આ નેટવર્ક ઘણા રાજ્યોમાં ફેલાયેલું હતું. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદ કુશવાહાએ જણાવ્યું હતું કે માહિતી મળ્યા બાદ મલ્ટી-સ્ટેટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન આ આતંકીઓ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનથી પકડાયા હતા. પાકિસ્તાનમાં ટ્રેનિંગ લેનાર આતંકવાદીઓના નામ ઓસામા અને ઝીશાન કમર છે. બાકીના ચાર આતંકવાદીઓના નામ મોહમ્મદ અબુ બકર, જાન મોહમ્મદ શેખ, મોહમ્મદ આમીર જાવેદ અને મૂળચંદ લાલા છે.

મસ્કતથી પાકિસ્તાન લઇ જઈ આપી હતી ​​ટ્રેનિંગ
દિલ્હી પોલીસના વિશેષ કમિશનર નીરજ ઠાકુરે જણાવ્યું હતું કે, “અમારી પાસે 10 તકનીકી માહિતી હતી. સૌથી પહેલા મહારાષ્ટ્રમાંથી એક આતંકવાદી પકડાયો હતો. ત્યારબાદ દિલ્હીમાં બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી ઉત્તર પ્રદેશમાંથી 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આમાંના બે આતંકવાદી એપ્રિલમાં મસ્કત ગયા હતા. તેને જહાજ દ્વારા મસ્કતથી પાકિસ્તાન લઈ જવામાં આવ્યા હતા. ત્યાં વિસ્ફોટકો બનાવવા અને ફાર્મ હાઉસમાં રાખીને AK-47 ચલાવવાની 15 દિવસની તાલીમ આપવામાં આવી હતી.

તહેવારો દરમિયાન ગીચ વિસ્તારોમાં બ્લાસ્ટ કરવાનો હતો  પ્લાન 
ઠાકુરે કહ્યું કે પકડાયેલા આતંકવાદીઓને બે ટીમોમાં વહેંચવામાં આવ્યા હતા. તેમાંથી એકને દાઉદ ઈબ્રાહિમના ભાઈ અનીસ ઈબ્રાહિમ માર્ગદર્શન આપી રહ્યો હતો. આતંકવાદીઓની આ ટીમનું કામ સરહદ પારથી હથિયારો લાવવાનું અને તેમને અલગ અલગ રાજ્યોમાં મોકલવાનું હતું. આ જ ટીમ આગામી તહેવારની સિઝનમાં આઈઆઈડીનું પ્લાન કરવાની હતી. નવરાત્રિ અને રામલીલા દરમિયાન ગીચ વિસ્તારો તેમનું લક્ષ્ય હતા.

પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હથિયાર લાવનારી ટીમને ટેકો આપવા માટે અન્ય ટીમને હવાલા મારફતે પૈસા લાવવાની અને આતંકવાદીઓને મોકલવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ ટીમ બાકીના આતંકવાદીઓ માટે સપોર્ટ સિસ્ટમ તૈયાર કરવા માટે જવાબદાર હતી.

બાંગ્લા બોલતા 15 લોકોને તાલીમ આપવાની શંકા
ઠાકુરે કહ્યું, ‘આ લોકો પાકિસ્તાનમાં તાલીમ લીધા બાદ મસ્કત પરત ફર્યા. મસ્કતમાંથી 15 બંગાળી ભાષી લોકોને પણ પાકિસ્તાન લઈ જવામાં આવ્યા હતા. લાગે છે કે તેમને પણ તાલીમ આપવામાં આવી છે. પોલીસ પકડાયેલા આતંકવાદીઓને પૂછપરછ માટે રિમાન્ડ પર લેવાની તૈયારી કરી રહી છે.

શૈક્ષણિક / આ રાજ્યમાં કોલેજોમાં રામાયણ અને મહાભારત અને રામસેતુ અભ્યાસક્રમમાં સામેલ કરાશે 

ખરાબ હવામાન / ભારે વરસાદને કારણે દેશના ઘણા રાજ્યોમાં પાણી ભરાયા, ઓડિશામાં રેડ એલર્ટ જાહેર