Pakistan/ પાકિસ્તાનની ‘ઈન્ટરનેશનલ’ બેઈજ્જતી! બે હોટલ વિદેશમાં સીઝ!

પાકિસ્તાનની ઈન્ટરનેશનલ બેઈજ્જતી અટકવાનું નામ નથી લઈ રહી. અગાઉ મલેશિયામાં મુસાફરો ભરેલું આખું વિમાન જપ્ત થયા બાદ હવે અમેરિકા અને ફ્રાન્સમાં પાકિસ્તાન એરલાઈન્સની માલિકીની બે હોટેલને જ સીઝ કરી દેવાઈ છે….

World
sssss 93 પાકિસ્તાનની 'ઈન્ટરનેશનલ' બેઈજ્જતી! બે હોટલ વિદેશમાં સીઝ!

પાકિસ્તાનની ઈન્ટરનેશનલ બેઈજ્જતી અટકવાનું નામ નથી લઈ રહી. અગાઉ મલેશિયામાં મુસાફરો ભરેલું આખું વિમાન જપ્ત થયા બાદ હવે અમેરિકા અને ફ્રાન્સમાં પાકિસ્તાન એરલાઈન્સની માલિકીની બે હોટેલને જ સીઝ કરી દેવાઈ છે. પાકિસ્તાન હવે સંપત્તિ સાથે શાખ બચાવવા હવાતિયા મારી રહ્યું છે.

પાકિસ્તાનની ઈમરાન ખાન સરકાર આર્થિક મોરચે સાવ નિષ્ફળ ગઈ છે. પાકિસ્તાનનું અર્થતંત્ર પડી ભાંગ્યું છે પણ ઈમરાન ખાન સરકાર પાસે જાણે કે કોઈ જ ઉકેલ નથી. હજુ થોડા દિવસો પહેલાં મલેશિયામાં પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સનું મુસાફરો ભરેલું વિમાન બાકી દેવાને કારણે જપ્ત કરી લેવાયું હતું ત્યાં જ હવે અહેવાલ આવ્યાં છે ન્યૂયોર્કમાં રુઝવેલ્ટ હોટેલ અને ફ્રાન્સમાં સ્ક્રાઈબ હોટેલ કે જે પાકિસ્તાન એરલાઈન્સની છે તેને સીઝ કરી દેવામાં આવી છે. અહીં પણ કારણ છે હદ બહારનું દેવું. એક પછી એક જપ્તિની કાર્યવાહીથી પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય શાખને જબરદસ્ત બટ્ટો લાગ્યો છે. ત્યારે પાકિસ્તાન વિદેશમાં પોતાની સંપત્તિ બચાવવાની તમામ કોશિશો કરી રહ્યું છે.

મલેશિયામાં પાકિસ્તાનનું વિમાન જપ્ત થવા સમયે પાકિસ્તાને કોરોનાના કારણે ફંડ ચૂકવવામાં મોડું થયું હોવાનું બહાનું કાઢ્યું હતું. હવે અન્યત્ર પણ સંપત્તિ જપ્ત થવાના કિસ્સામાં પાકિસ્તાન સરકારે જે-તે દેશના દૂતાવાસમાં અધિકારીઓને દોડતા કરી દીધાં છે. અને સંપત્તિ જપ્ત થતી અને આબરૂના ધજાગરા થતાં અટકાવવા જરૂરી પગલાં લેવા આદેશ કર્યો છે. સાથે જ વિદેશની બેંકોમાં ન્યૂનતમ ફંડ રાખવા પણ આદેશ કર્યો છે. જો કે વર્તમાન પરિસ્થિતિથી એટલું જરૂરથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન સરકાર અને ત્યાંના અર્થતંત્રની હાલત અત્યંત કફોડી થઈ ગઈ છે.

વિવાદ / ચેટલીક મામલે અર્નબની મુશ્કેલી વધવાનાં અણસાર, મહારાષ્ટ્રનાં H…

Ajab Gajab / ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થતા ખોલ્યું ‘દિલ તૂટા આશિક કા…

Vaccine / આવા લોકોએ કોરોના રસી બિલકુલ ના લેવી જોઈએ : ભારત બાયોટેકે આપી…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો