વાતચીત/ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પીએમ મોદી સાથે ટીવી પર લાઇવ ડિબેટની ઇચ્છા કરી વ્યક્ત, જાણો કારણ..

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને આજે કહ્યું છે કે બંને પડોશી દેશ વચ્ચેના મતભેદો ઉકેલવા માટે પોતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે લાઈવ ટીવી ચર્ચા કરવા માગે છે

Top Stories World
5 26 પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પીએમ મોદી સાથે ટીવી પર લાઇવ ડિબેટની ઇચ્છા કરી વ્યક્ત, જાણો કારણ..

ભારત અને પાકિસ્તાનની વાત આવે એટલે જાણે કે બે દેશો આમને સામને આવી જાય છે. પાકિસ્તાનને લઇને અનેક એવા પ્રશ્નો છે જે વણ ઉકેલાયેલા છે તો બીજી તરફ પાકિસ્તાનની સત્તા પર બેઠા પછી ક્રિકેટરમાંથી વાડ પ્રધાન બનેલા ઇમરાન ખાનની દશા ઘર કી મુરધી દાલ બરાબર જેવી થઇ ગઇ છે. અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા  પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને આજે કહ્યું છે કે બંને પડોશી દેશ વચ્ચેના મતભેદો ઉકેલવા માટે પોતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે લાઈવ ટીવી ચર્ચા કરવા માગે છે. ભારત અને પાકિસ્તાન 1947માં આઝાદ થયા ત્યારથી એકબીજાનાં કટ્ટર હરીફ છે. બંને દેશ અત્યાર સુધીમાં ત્રણ સશસ્ત્ર યુદ્ધ પણ કરી ચૂક્યા છે. ત્યારે અચાનક જ ઇમરાન ખાન શાંતીના દૂત બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

ઈમરાન ખાને આજે રશિયા ટૂડેને આપેલી એક મુલાકાતમાં કહ્યું કે, હું પીએમ નરેન્દ્ર મોદી સાથે ટીવી પર લાઈવ ડીબેટ કરવાનું પસંદ કરીશ. જો એ ચર્ચા મારફત મતભેદો ઉકેલી શકાશે તો ભારતીય ઉપખંડના અબજ લોકો માટે એ લાભદાયી નિવડશે.

જો કે ઈમરાન ખાનની આ ઓફર વિશે ભારતીય વિદેશ મંત્રાલયે હજી સુધી કોઈ ટિપ્પણી કરી નથી. ઉપરાંત પોતાની કોઇ પણ પ્રકારની ઇચ્છા પણ વ્યક્ત કરી નથી. પરંતુ સવાલ એ જરૃર થાય કે શું ખરેખર ઇમરાન ખાનની આ ઇચ્છા પૂર્ણ થાય એવી છે.? અને જો ખરેખર પીએમ નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન આમને સામને બેસીને વાત કરે તો માહોલ કેવો સર્જાય. જો કે આ બધી વાતો હાલમાં તો વિચારો પુરતી જ સિમીત રાખવી પડશે. કારણ કે આ વાત શક્ય બનવી ના બરાબર છે.