અવસાન/ દિગ્ગજ દિગ્દર્શક યશ ચોપરાની પત્ની અને રાની મુખર્જીની સાસુ પામેલાનું નિધન, 74 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

યશરાજ ફિલ્મ્સે પામેલા ચોપરાના મૃત્યુ અંગે એક નિવેદન બહાર પાડ્યું અને કહ્યું, “ચોપરા પરિવાર એ જણાવવા ઈચ્છે છે કે પામેલા ચોપરા(74) નું આજે સવારે નિધન થયું છે.

Trending Entertainment
પામેલા

પ્રખ્યાત નિર્દેશક યશ ચોપરાની પત્ની અને રાની મુખર્જીની સાસુ પામેલા ચોપરાનું નિધન થયું છે. જણાવી દઈએ કે તેમણે 74 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર સાંભળીને સિનેમા જગતમાં શોકની લહેર છે. મળતી માહિતી મુજબ, તે છેલ્લા 15 દિવસથી મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ હતા. ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર પર રાખ્યા, પરંતુ તેમની તબિયત સતત બગડતી રહી. આપને જણાવી દઈએ કે તે ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપરા અને અભિનેતા ઉદય ચોપરાની માતા અને રાની મુખર્જીની સાસુ હતા. તેમના નિધનથી બોલિવૂડ સેલેબ્સ ખૂબ જ શોકમાં છે.

યશરાજ ફિલ્મ્સે પામેલા ચોપરાના મૃત્યુ અંગે એક નિવેદન બહાર પાડ્યું અને કહ્યું, “ચોપરા પરિવાર એ જણાવવા ઈચ્છે છે કે પામેલા ચોપરા(74) નું આજે સવારે નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર આજે સવારે 11 વાગ્યે મુંબઈમાં કરવામાં આવ્યા હતા. અમે તમારી પ્રાર્થના માટે આભારી છીએ અને પરિવાર આ ઊંડા દુઃખમાં ગોપનીયતાની વિનંતી કરવા માંગે છે.”

 

View this post on Instagram

 

A post shared by Yash Raj Films (@yrf)

આપને જણાવી દઈએ કે પામેલા ચોપરા સિંગર હોવાની સાથે સાથે ફિલ્મ રાઈટર અને પ્રોડ્યુસર પણ હતા. પામેલા ચોપરાએ કભી કભી, દૂસરા આદમી, ત્રિશુલ, ચાંદની, લમ્હે, ડર, સિલસિલા, કાલા પથ્થર, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને મુઝસે દોસ્તી કરોગે જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.પતિ યશ ચોપરા સહિત ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા છે. યશ ચોપરાની 1976માં આવેલી ફિલ્મ કભી કભી તેમના દ્વારા લખવામાં આવી હતી. સિલસિલા જેવી YRF ફિલ્મોમાં તેને ડિઝાઇનર તરીકે પણ શ્રેય આપવામાં આવ્યો હતો. યશ ચોપરા તેમને યશ રાજ ફિલ્મ્સનો પાયો કહેતા હતા.

આ પણ વાંચો:જાણો સિંગર લકી અલીએ તેના હિંદુ પ્રશંસકોની કેમ માફી માંગી

આ પણ વાંચો:સલમાન ખાનના લુંગી ડાન્સનો વિરોધ, દક્ષિણ ભારતીય સંસ્કૃતિનું અપમાન કરવાનો લાગ્યો આરોપ

આ પણ વાંચો:સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની મળી ધમકી, જણાવ્યું કઈ તારીખે કરશે મર્ડર

આ પણ વાંચો:અનિલ કપૂરે -110 ડિગ્રી સેલ્સિયસમાં કર્યું વર્કઆઉટ, 66 વર્ષની ઉંમરે કહ્યું સેક્સી દેખાવાનું રહસ્ય

આ પણ વાંચો:અલ્લુ અર્જુનનો દેવી ભેષ જોઈને પ્રશંસકો થયા ગુસ્સે, કહ્યું- ‘હવે અમે દેવતાઓનું અપમાન સહન નહીં કરીએ’